વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)

વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલ ને પાણીથી ધોઈ નાના પીસ કરી થોડું મીઠું અને 1/2 ચમચી તેલ નાખી 1/2 બોઇલ કરી લેવા.
- 2
ગ્રેવી બનાવવા માટે કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, હિંગ,ડુંગળી, ટામેટા, શીંગદાણા, મગજતરી ના બી, કાજુ નાખી મિક્સ કરી હલાવી પાંચ મિનીટ સાંતળો. ઠંડું પડે પછી મિક્સર માં ક્રશ કરી ગ્રેવી રેડી કરો.
- 3
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળી લો. હવે તેમાં તૈયાર કરેલી ગ્રેવી અને બધા મસાલા નાખી હલાવી પાંચ મિનિટ ઢાંકીને શેકાવા દો. હવે તેમાં 1/2 બોઇલ કરેલા વેજીટેબલ એડ કરી હલાવો. પછી તેમાં થોડું પાણી રેડી હલાવી પાંચ મિનિટ થવા દો.
- 4
હવે વઘારીયા માં તેલ લઇ તેમાં લસણની પેસ્ટ એડ કરી વગાર કરી તૈયાર કરેલી સબ્જીમાં ઉમેરી લો. પછી તેમાં ચીઝ અને પનીર ખમણી એડ કરી તેલ છૂટું પડે એટલે નીચે ઉતારી લેવું.
- 5
રેડી છે વેજ તુફાની. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ચીઝ,પનીર છીણીને સર્વ કરો.
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)




ટિપ્પણીઓ (2)