ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

#cookpadIndia
#cookpad Gujarati
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadIndia
#cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં ચણાનો લોટ અને રવો ઉમેરી ને તેમાં ખાટું દહીં ઉમેરી ને હલાવી લો ને જરૂર મુજબ પાણી ઉમેરી ખમણ માટે ખીરુ બનાવી લો ઢાંકણ ઢાંકી ને ૧\૨ કલાક પલાળીને રાખો.
- 2
૧\૨ કલાક પછી ખીરા માં વાટેલા આદુ-મરચાં,સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને હલાવી લો ને જરુર જણાય તો પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો, પછી તેમાં ચમચી તેલ ઉમેરી ને ફેટી લો.
- 3
ઢોકળિયાં માં પાણી ગરમ કરવા રાખી, થાળી કે વાટકી માં તેલ લગાવી લો ને ઢોકળિયાં માં રાખો,પછી ચણા ના લોટ ના ખીરા માં થી થોડું ખીરું બીજા બાઉલમાં કાઢી તેમાં ૧\૪ ચમચી ઈનો અને તેની ઉપર ચમચી પાણી ઉમેરી ને સરસ ફેટી લો ને તરત જ તેલ થી ગ્રીસ કરેલ થાળી કે વાટકી માં ખીરું ઉમેરી થપથપાવી ને ઉપર લાલ મરચું ભભરાવીને ઢોકળિયાં માં વરાળે બાફવા રાખો.
- 4
ખમણ ને ચેક કરો,બફાઈ ગયાં હોય તો ગેસ બંધ કરી દો ને ૫ મિનિટ પછી બહાર કાઢી ને અનમોલ્ડ કરો.થાળી માં ઉતાર્યા હોય તો કાપા પાડી લો.
- 5
વઘાર :
- 6
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો ને તતડે એટલે લીલાં મરચાં ના કટકાં ઉમેરી ને સાંતળો પછી તેમાં સફેદ તલ ઉમેરી ને થયેલ વઘાર ને ખમણ પર પાથરો,અથવા વઘાર માં ખમણ ઉમેરી ને હળવેકથી થી હલાવી લો....ખમણ- ઢોકળાં તૈયાર...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (8)