અડદિયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા અડદ નાં લોટ ને બરાબર ચાળી લેવો. ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકો ને તેમાં ઘી નાખી ને તેમાં ગૂંદ ને તળી લેવો. હવે તે જ ઘી માં અડદ નો લોટ નાખી ને હલાવતા રહેવું.ગેસ ને સાવ ધીમો રાખવો.
- 2
શરૂઆત માં થોડું કઠણ લાગશે. પણ જેમ જેમ લોટ શેકતો જાય એમ મિશ્રણ ઢીલું પડતું જશે.. હવે થોડો લોટ શેકાઈ એટલે તેમાં 1 2 ચમચી દૂધ નાખતું જવું... જેના થી લોટ માં દાણી સરસ પડશે.
- 3
હવે લોટ ને પાછો સરખી રીતે શેકવો. ટોટલ 12 થી 15 મિનિટ સુધી લોટ ને શેકવો અને 1 2 ચમચી દૂધ નાખતા જવું...લોટ થોડો બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી ને કડાઈ ને નીચે ઉતારી લેવી
- 4
હવે આ પાક ને એક વાસણ માં કાઢી ને ઠંડુ પાડવા દેવું... ત્યાં સુધી પેલો તળેલો ગુંદ ને મિક્સર માં ક્રશ કરી લેવો.. હવે જ્યારે પાક સાવ ઠંડો પડી જાય ત્યારે તેમાં ગુંદ નો ભૂકો, કાજુ, બદામ અને દળેલી ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી લેવા..
- 5
હવે આ મિશ્રણ ને ઘી લગાવેલી થાળી માં પાથરી દેવું અને ઉપર બદામ પિસ્તા ની કાતરી થી ગાર્નિશ કરી લેવા.. 🤗🤗
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (6)