પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બંને દાળ અને ચોખા ને સરખા ધોઈ ને 20 મિનિટ પલાળી લેવા.. ત્યાર બાદ કુકર માં દાળ ચોખા,હળદર, મીઠું અને 1 ચમચી તેલ નાખી 3 4 સિટી વગાડી ને બાફી લેવું.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ અને ઘી મૂકી ને તેમાં જીરું, હિંગ મીઠો લીમડો નાખવું પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ, ડુંગળી,ગરમ મસાલો, ટામેટા નાખી ને સાંતળી લેવું.. ત્યારબાદ તેમાં પાલક ની પ્યુરી નાખી ને સરખું મિક્સ કરી લેવું.
- 3
હવે બાફેલા દાળ ચોખા આ પાલક ની ગ્રેવી માં નાખી દેવા. અને સરખી રીતે મિક્સ કરી લેવા.. ત્યાર બાદ એક કડાઈ માં થોડું ઘી લઈ તેમાં લસણ,સૂકા લાલ મરચા,જીરું,હિંગ બધું નાખી ને સરખો વઘાર કરવો અને આ વઘાર ખીચડી પર રેડી દેવો..
- 4
હવે આ ખીચડી ને સરખી રીતે મિક્સ કરી ને ડુંગળી, પાપડ અને દહીં જોડે ગરમાગરમ સર્વ કરવી...🤗🤗
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15820682





ટિપ્પણીઓ (4)