રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરના દાણાને કૂકરમાં બાફી લો. ડુંગળી ટામેટા ઝીણા સમારી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરાનો વઘાર કરો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગુલાબી કલર ની થાય એટલે તેમાં ટામેટા ઉમેરો. બંને બરાબર સંતળાઈ જાય એટલે તેમાં લીલું લસણ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો. તેલ છૂટું પડે એટલે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. 5 મિનિટ માટે થવા દો.
- 3
હવે તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી દો. થોડું પાણી પણ ઉમેરી દો. બરાબર ઉકળવા દો. ઘટ્ટ રસો થાય એટલે તેમાં કોથમીર ભભરાવી ને બ્રેડ કે પરોઠા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15825816




ટિપ્પણીઓ (2)