ઓટ્સ વેજી. ઉપમા (Oats Veggie Upma Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Diet
કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે.ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે.
ઓટ્સમા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે. કેન્સરથી બચાવ માટે ઓટ્સનો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે હ્રદયની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.
શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે ઓટ્સની પ્રકૃતિ ઠંડી હોય છે. રુક્ષ ત્વચા કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટસને શેકીને રાખવા, શેકવાથી ફેટી એસિડ રીલીઝ થાય છે.
- 2
વટાણા અને ફણસી ને પાર બોઈલ કરવા. ગાજર અને ડુંગળી ને ઝીણા સમારવા.
- 3
પેન માં ઘી ગરમ કરવું. રાઈ નો વઘાર કરવો. રાઈ તતડે પછી ડુંગળી ઉમેરી સાંતળવુ, તેમા અડદની દાળ, લીમડી, શીંગદાણા ઉમેરી હલાવવું. પછી તેમા કોપરાનું છીણ ઉમેરવું.
- 4
બધુ મિક્સ કરવા હલાવવું.પછી તેમા હળદર, મીઠું, લીલા મરચાં સમારેલા, આદુની પેસ્ટ, કોપરાનુ છીણ ઉમેરી હલાવવું.
- 5
પછી તેમા શેકીને રાખેલા ઓટ્સ ઉમેરી હલાવવું. પછી જરૂરમુજબ પાણી ઉમેરી હલાવવું. પછી ઢાંકીને 2 -3 મિનીટ થવા દેવુ. પછી ગેસ બંધ કરી. ડીસામાં કાઢી લીલા ધાણાથી ગારનીશ કરી સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)