ઓટ્સ વેજી. ઉપમા (Oats Veggie Upma Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Diet
કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે.ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે.
ઓટ્સમા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે. કેન્સરથી બચાવ માટે ઓટ્સનો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે હ્રદયની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.
શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે ઓટ્સની પ્રકૃતિ ઠંડી હોય છે. રુક્ષ ત્વચા કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક હોય છે.
ઓટ્સ વેજી. ઉપમા (Oats Veggie Upma Recipe In Gujarati)
#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Diet
કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે.ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે.
ઓટ્સમા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે. કેન્સરથી બચાવ માટે ઓટ્સનો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે હ્રદયની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.
શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે ઓટ્સની પ્રકૃતિ ઠંડી હોય છે. રુક્ષ ત્વચા કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટસને શેકીને રાખવા, શેકવાથી ફેટી એસિડ રીલીઝ થાય છે.
- 2
વટાણા અને ફણસી ને પાર બોઈલ કરવા. ગાજર અને ડુંગળી ને ઝીણા સમારવા.
- 3
પેન માં ઘી ગરમ કરવું. રાઈ નો વઘાર કરવો. રાઈ તતડે પછી ડુંગળી ઉમેરી સાંતળવુ, તેમા અડદની દાળ, લીમડી, શીંગદાણા ઉમેરી હલાવવું. પછી તેમા કોપરાનું છીણ ઉમેરવું.
- 4
બધુ મિક્સ કરવા હલાવવું.પછી તેમા હળદર, મીઠું, લીલા મરચાં સમારેલા, આદુની પેસ્ટ, કોપરાનુ છીણ ઉમેરી હલાવવું.
- 5
પછી તેમા શેકીને રાખેલા ઓટ્સ ઉમેરી હલાવવું. પછી જરૂરમુજબ પાણી ઉમેરી હલાવવું. પછી ઢાંકીને 2 -3 મિનીટ થવા દેવુ. પછી ગેસ બંધ કરી. ડીસામાં કાઢી લીલા ધાણાથી ગારનીશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓટ્સ રવા ઢોંસા (Oats Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#ravadosaકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે. Noopur Alok Vaishnav -
ઓટ્સ પરાઠા (Oats Paratha Recipe in Gujarati)
#AM4#Immunityકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીર ને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.ખૂબ જ healthy એવા ઓટ્સ માંથી આપણે જુદી જુદી વાનગી બનાવી શકીએ અને આપના રોજ ના આહાર માં ઓટ્સ ને મજબૂત સ્થાન આપીએ Bansi Chotaliya Chavda -
ઓટ્સ રવા ઢોંસા (Oats Rava Dosa Recipe In Gujarati)
#Week 13 #EBકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે. તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે. Noopur Alok Vaishnav -
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
-
વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)
#GA4#Week1#Uttapam#post2બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય. Urmi Desai -
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે. Disha Prashant Chavda -
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
ઓટ્સ વેજી સૂપ (Oats Veggie Soup Recipe In Gujarati)
હેલ્ધી અને પેટ ભરાઈ જાય એટલે weight loss માં ખૂબ જ ઉપયોગી સૂપ. બ્રેક ફાસ્ટમાં લો તો બીજી કોઈ વસ્તુની જરૂર નહિ. સીધા લંચ ટાઈમમાં જ જમવાની ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
દહીં ભાત (Curd Rice Recipe in Gujarati)
#RC2#Week2#White#Cookpadindia#Cookpadgujaratiગરમીમાં ઘણી જગ્યાએ પારંપરિક રૂપથી દહીં-ભાતનું સેવન કરવામાં આવે છે. કારણ કે દહીંમાં પ્રાકૃતિક રૂપથી પેટને ઠંડું રાખવાનો ગુણ હોય છે. ગરમીમાં મોટાભાગે લોકો હલ્કું ડાયટ લેવાનું પસંદ કરે છે. દહીં-ભાત આ સિઝન અનુસાર ખૂબ જ સંતુલિત આહાર છે. તો સફેદ ચોખામાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે જેનાથી તે પચવામાં સરળ છે. દહીં-ભાત સ્કિનને હેલ્ધી અને ક્લીન બનાવી રાખવામાં મદદ કરે છે.. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. દહીં-ભાત બનાવતી વખતે તેમાં લીમડાના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાનમાં એન્ટી-હાઈપરગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. ભાતમાં પણ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે.દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે. દહીંમાં સારા બૅક્ટીરિયા હોય છે કે જે શરીરમાં હાજર વિવિધ સૂક્ષ્મજીવો સામે લડી પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. વાળને મજબૂત બનાવે છે .દહીં અને ભાતમાં પ્રોટીન હોય છે. આ કારણથી બંનેનું કોમ્બિનેશન શરીરમાં સારી માત્રામાં પ્રોટીનને પહોંચાડે છે. દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધતું કૉલેસ્ટ્રૉલ રોકે છે અને હૃદયના ધબકારા કાબૂમાં રાખે છે. Neelam Patel -
મેક્રોની મસાલા ઓટ્સ ઉપમા (Marconi Masala Oats Upma Recipe In Gujarati)
#GA4#Week5#FOODPUZZLE5 word _Upma ક્યારેક પાસ્તા ખાવાનું મન થાય પણ ટોમેટો સોસ કે વ્હાઈટ સોસ બનાવવાની ઝંઝટ ગમતી નથી .તો એકદમ સરળ રીત એ છે કે મસાલા ઓટ્સ નાખી ને બનાવો. મેં ઉપમા ભારતીય સ્વાદ મુજબ અને બાળકો ને પણ ભાવે એ રીતે ફયુઝન કરી મસાલા ઓટ્સ અને મેક્રોની થી બનાવ્યો છે.બાળકો ને મક્રોની ભાવે છે પણ ઓટ્સ નથી ભાવતા જે ખૂબ જ પોષક અને ફાઈબર યુક્ત છે.તેથી આ રીતે ઉપમા બનાવવાથી બાળકો પણ હોંશે હોંશે ખાસે. Jagruti Jhobalia -
કોકોનટ વેજ. રાઈસ (Coconut Veg Rice Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujarati#Worldcoconutday2 સપ્ટેમ્બર નાં રોજ વર્લ્ડ કોકોનટ ડે મનાવવા માં આવે છે. Happy World Coconut Day to All 🥥🌴કોકોનટ આપણને બે પ્રકારનાં મળે છે. એક લીલું નાળિયેર અને એક સૂકું નાળિયેર. લીલા નાળિયેરને આપણે "ત્રોફા" તરીકે ઓળખે છે. જ્યારે સૂકા નાળિયેરને આપણને "શ્રીફળ" તરીકે ઓળખીએ છીએ. કોકોનટ નું પાણી, મલાઇ, મિલ્ક, ઓઈલ તમામ નો ઉપયોગ કરવામાં આવે છે.નાળિયેરમાં પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વો ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ. નારિયેળમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ તત્વ હોય છે જે આપણી રક્ષા કરી શકે છે. નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગોળ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.કોકોનટ થી સ્વીટ કે સ્પાઇસી ઘણી વાનગીઓ બને છે. શ્રીફળ ના કોપરા માંથી આજે હેલ્ધી ભાત બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી તેમજ હેલ્ધી છે. તમે પણ ટ્રાય કરજો.🌴🙏 Neelam Patel -
ટોમેટો વેજી મસાલા ઓટ્સ (Tomato Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Ots#Brackfast સવારનો નાસ્તો ખૂબ જ અગત્ય નો હોય છેજો આપણે સવારનો નાસ્તો હેલ્ધી અને વ્યવસ્થિત કરીએ તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે Prerita Shah -
-
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujaratiસૂરણબાળકોથી લઇને મોટી ઉંમરના તમામ લોકો માટે સૂરણ ફાયદાકારક છે.બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે., હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે..કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો પેટ મોટુ હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.. સૂરણમાફાઈબર ભરપૂર હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉપવાસ માં ખૂબ ઉપયોગી છે. Neelam Patel -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
કાચા કેળા અને કેપ્સીકમ નું શાક (Raw Banana Capsicum Shak Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ માં કેળા નો પાક ખૂબ સારો હોય છે. કાચા અને પાકા બંને પ્રકાર ના કેળા ખૂબ જ મળે છે. શ્રાવણ માસમાં ઉપવાસ અને ભક્તિ નો મહિમા છે પ્રસાદ તથા ઉપવાસમાં કેળા બહુ જ ઉપયોગી થાય છે. કેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.ઉપવાસ ના હોય છતા પણ કાચા કેળાનું શાક ખવાય છે. આજે એવુ જ કાચા કેળા અને કેપ્સીકમ નું શાક બનાવ્યુ છે. બહુ જ ટેસ્ટી અને સરસ સોડમ વાળુ શાક બનાવ્યું છે. તમે પણ બનાવજો.😊 Neelam Patel -
-
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
ઓટ્સ ની ખીચડી (Oats Khichdi Recipe In Gujarati)
ઓટ્સ ખાવામાં હેલ્થી હોઈ છે મેં તેમાં સબ્જી અને ઘી થી વઘારી વધારે હેલ્થી બનાવી છે Bina Talati -
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (9)