મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રફલી કાપેલા ડુંગળી અને ટામેટાં ઉમેરી સાંતળો
- 2
આ મિશ્રણ ઠંડું પડે એટલે એને પીસી લો
- 3
હવે વઘાર માટે તેલ અને ઘી ગરમ કરી તેમાં બાદીયા,ઇલાયચી અને ડુંગળી-ટામેટાં ની પેસ્ટ ઉમેરી થોડી વાર માટે પાકવા દો
- 4
પછી તેમાં હળદર, મીઠું અને ખાંડ ઉમેરો (જો દેશી ટામેટાં હોય તો)
- 5
મિશ્રણ પાકવા લાગે એટલે તેમાં આદુ લસણની પેસ્ટ અને બેય મરચું ઉમેરી થોડુ પાણી નાખી પાકવા દો
- 6
પછી તેમાં ગરમ મસાલો, કીચન કીંગ મસાલો અને કસૂરી મેથી ઉમેરી થોડુ પાણી નાખી પાકવા દો
- 7
મિશ્રણ ઘટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો (optional)
- 8
હવે તેમાં પનીર ના ટુકડા અને બાફેલા વટાણા ઉમેરો
- 9
એક વઘારીયા મા થોડુ ઘી સરખું ગરમ કરી બનાવેલ શાક મા ઉમેરી કોથમીર ઉમેરી સર્વ કરો
- 10
Note:- પનીર અને વટાણા ઉમેરી દીધા પછી શાક ને વધુ વાર ચાલુ ગેસ પર ન લખવુ નહીં તો વટાણા નો કલર લીલો નહીં રહે. 🙏
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (3)