મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા વટાણા ને બાફી લેવા.. ત્યાર બાદ એક કડાઈ માં ઘી મૂકી ને તેમાં જીરું,હિંગ અને આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી ને સાંતળી લેવું.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી નાખી ને ફરી સાંતળવું.. થોડું સંતળાઈ જાય એટલે તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરૂ એમ બધા મસાલા નાખી ને એકદમ સાંતળી લેવું તેમાં થોડું પાણી નાખી ને સરખું મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખી ને સરખું મિક્સ કરવું. હવે તેને 5 7 મિનિટ માટે ઢાંકી ને રાખવું જેથી બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય.
- 4
ત્યારબાદ જ્યારે તેમાંથી ઘી છૂટું પડે ત્યારે તેમાં બાફેલા વટાણા નાખી દેવા અને સરખું મિક્સ કરી લેવું...
- 5
હવે પનીર નાં એકસરખા કટકા કરી ને તેને ગરમ તેલ માં તળી લેવા અને તળી ને ઠંડા પાણી નાં બાઉલ માં નાખી દેવા.. આવું કરવા થી પનીર છૂટું ની પડે અને સોફ્ટ જ રહેશે.
- 6
હવે આ પનીર ને શાક માં નાખી ને સરખું મિક્સ કરી લેવું ને થોડી વાર ઢાંકી દેવું.. ત્યાર બાદ તેમાં કોથમીર નાખી ને ગરમાગરમ પીરસવું..🤗🤗
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (4)