મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં બટર અને તેલ ગરમ કરીને તેમાં પનીરને મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરી લો તેમજ ટામેટા અને ડુંગળીને ઝીણી સમારી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં તજ, લવિંગ,સમારેલી ડુંગળી ઉમેરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. પછી તેમાં લસણની કળી, આદુ, લીલુ મરચું સમારેલુ, સમારેલા ટામેટા અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ટામેટા અને ડુંગળીને ચાર પાંચ મિનિટ સુધી ચઢવા દો.
- 3
હવે બધું ચડી જાય પછી તેને
ઠંડુ કરી પછી મિક્સરની જારમા પીસી તેનીગ્રેવી બનાવી લો. - 4
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં તમાલપત્ર અને લાલ મરચું અને જીરું તેમાં હીંગ ઉમેરો.પછી તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર ઉમેરી અને હલાવી લો.પછી તેને 5 મીનિટ સુધી ગ્રેવી ને ચડવા દો.
- 5
ગ્રેવી બરાબર પાકી જાય પછી તેમાં લીલા વટાણા, ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરી મિક્સ કરી લો અને પછી તેમાં મલાઈ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો
- 6
પછી તેમાં 1-1/2 કપ જેટલું પાણી ઉમેરો. અને બરાબર મિક્સ કરી લો. હવે બધું હવે બધુ બરાબર ચડી જાય પછી તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરી દો અને હલાવી લો અને એકાદ મિનિટ સુધી ચડવા દો
- 7
તૈયાર છે મટર પનીર સબ્જી.
- 8
- 9
Top Search in
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (12)