ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

#MS
આજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MS
આજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મુઠીયા માટે ની બધી સામગ્રી મિક્સ કરી નાના નાના ગોળ મુઠીયા બનાવી તેલ માં તળી લેવા
- 2
હવે ઉંધીયા માટે સુરતી પાપડી,વાલોળ, લીલા વટણા,લીલા ચણા અને તુવેર દાણા ને મિક્સ કરી બરાબર ધોઈ ને કૂકર માં ઉમેરો ત્યાર પછી તેમાં મીઠું, ખાંડ અને હળદર ઉમેરી થોડું પાણી ઉમેરી 3 વિશલ લગાવો
- 3
હવે ગ્રેવી માટે લીલું નારિયલ,ટામેટાં,લાલ મરચું,લીલા મરચા અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી મિક્સર માં ગ્રેવી બનાવી લો
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં બટાકા,કાચા કેળા અને શકરિયા ને નાના ટુકડા કરી તળી લેવા પછી રીંગણ માં ભરવાનો મસાલો બેસન,શીંગદાણા નો ભૂકો,મીઠું, હળદર, લાલ મરચું,ધાણાજીરૂ અને લસણ ઉમેરી મિક્સ કરો હવે રીંગણ માં ક્રોસ કાપા કરી આ મસાલો ભરી લો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ભરેલા રીંગણ ના રવૈયા ને ઉમેરી બરાબર સાતડો ત્યાર બાદ ટામેટાં અને નારિયલ ની પેસ્ટ બનાવી હતી તે ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડો
- 6
હવે તેમાં બાફેલા શાક ઉમેરો અને મિક્સ કરો હવે મીઠું,ધાણાજીરૂ, હળદર,ઉધિયાં મસાલો,લાલ મરચું,ખાંડ ઉમેરી મિક્સ કરો હવે તેમાં તળેલા બટકા, શકરિયા અને કેળા ઉમેરો હવે મુઠીયા અને લીલું લસણ ઉમેરો અને મિક્સ કરો અને 5 મિનિટ થવા દો હવે લીલાં ધાણા ઉમેરી બરાબર મિક્સ કરીને સર્વ કરો
- 7
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)