કાળા તલ - ખજૂર અને સૂકામેવા પોપ્સ (Black seasome and dates with dry fruit pop's recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MS
#makarsankrati
#Uttarayan
#kalatal
#black_seasome
#Khajur
#black_dates
#winter_special
#healthy
#immunity_booster
#sugar_free
#dryfruits
#CookpadIndia
#COOKPADGUJRATI
ઉતરાયણ નો સમય આવે એટલે બધાના ત્યાં વિવિધ પ્રકારની ચીકી તો બનતી જ હોય છે પરંતુ આ વાનગી અમારા ત્યાં દર વર્ષે ચોક્કસપણે બને છે. કાળા તલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં પ્રોટીન, કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. કેન્સર સામેની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વાળને સફેદ થતા અટકાવે છે. સાંધાના દુખાવામાં ઉપયોગી છે. દાંત ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. આમ તે ખૂબ જ ફાયદાકારક છે.
કાળી ખજૂર પણ ખૂબ જ ગુણકારી છે પેટના રોગો, હિમોગ્લોબીન ની સમસ્યા, હાડકા ની સમસ્યા વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે આ સાથે મે કેટલાક સૂકામેવા પણ લીધા છે જે પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જો શિયાળામાં રોજ એક પોપ સ્ટીક બાળકને ખવડાવવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. રોજ નિયમિત શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામકાળા તલ
  2. 50 ગ્રામઝીણી સમારેલી કાળી ખજૂર
  3. 50 ગ્રામમિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ
  4. 200 ગ્રામગોળ દેશી
  5. 1ચમચો ટોપરાની છીણ
  6. 1/2ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને બેથી ત્રણ મિનિટ માટે કોરા જ સતત હલાવીને શેકી લો. આ જ રીતે સૂકા મેવાને પણ કોરા જ શેકી લો. ખજૂર ને ઘી મૂકી ધીમા તાપે તે એકદમ નરમ થાય ત્યાં સુધી સાંતળી લો.

  2. 2

    હવે તેના તેજ અહીમા છીણેલો ગોળ ઉમેરો તેને સતત હલાવી તેનો પાયો તૈયાર કરી લો.

  3. 3

    ગોળ ધમાલ થઈને ઉપર આવી જાય અને તેનો કલર સરસ બદલાઈ જાય એટલે તેનો પાયો થઇ જાય પછી તેમાં શેકેલા તલ, ખજૂર અને ડ્રાયફ્રૂટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કેન્ડીની સ્ટિક ઉપર આ મિશ્રણમાંથી પુરાણ લઈ તેમાં થી પોપ સ્ટીક તૈયાર કરી લો.. પછી તેને ટોપરાના છીણમાં રગદોળી લો.

  5. 5

    તો તૈયાર છે ખૂબ જ પૌષ્ટિક એવી પોપ સ્ટીકર સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes