ઇદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને ધોઈ ને ૪ થી ૫ કલાક પલાળી રાખો,પછી મિક્સર જારમાં પીસી ને ખીરું તૈયાર કરો.
- 2
આ ખીરા ને ૬ કલાક આંથા લાવા માટે ધંખી ને ગરમ જગ્યા પર મૂકી રાખો. આંથો આવી જાય પછી એમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો.
- 3
ઈડલી ના કૂકર મા પાણી નાખી થાળી મે તેલ લગાવી ગરમ કરવા મૂકો.એમાં ખીરું નાખી ઉપર થી મારી નો પાઉડર ભભરાવો
- 4
કૂકર બંધ કરી ૧૫ થી ૨૦મિનિટ સુધી થવા દો.પછી ઠંડુ પડે એટલે એમાં ચપ્પુ થી કાપા પાડી કાઢી લો.
- 5
હવે વઘરીયા મા તેલ મૂકી એમાં રાઈ નાખો રાઈ તતડે એટલે ઇદડા પર નાખો. ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15988484




ટિપ્પણીઓ