પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા ને લાંબા લાંબા સમારો અને તેલ ગરમ થાય એટલે એમાં કાંદા નાંખી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી ને એક ડીશ માં કાઢી લો.
- 2
હવે બાસમતી ચોખા ને સારી રીતે ધોઈ ને 1/2 કલાક પલાળી રાખો.પછી એક મોટા વાસણ માં પાણી લઈ એમાં મીઠું અને એક ચમચી તેલ નાખી,એમાં ચોખા નાખી ને ૮૦% જેટલા ચડી જાય એટલે પાણી નિતારી ને મોટી થાળી માં કાઢીને ઠંડા થવા દો.
- 3
એક પણ માં તેલ લઇ એમાં બધા આખા મસાલા અને જીરું નાખી પછી એમાં ઝીણો સમારેલો કાંદો નાંખી હલાવો.
- 4
હવે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સમારેલા ગાજર, બટાકા,ફણસી,વટાણા નાખી સારી રીતે હલાવી અધકચરા ચડી જાય ત્યાં સુધી ઢાંકી ને થવા દો.
- 5
પછી પનીર ના ટુકડાં,હળદર,લાલ મરચું, બિરીયાની મસાલો,મીઠું અને દહીં નાખી સારી રીતે હલાવો.
- 6
ઘઉં ના લોટ ના તેલ અને મીઠું નાખી પાણી નાંખી ને લોટ બાંધો,એમાંથી ગોળ મોટી અને થોડી જાડી રોટલી વણો અને એક થોડી નાની રોટલી બનાવો
- 7
મોટી રોટલી ને એક પેન માં ચારે બાજુ તેલ લગાવી એમાં મૂકો. પેહલા એની ઉપર થોડાં બાસમતી ચોખા નું પાતળું લેયર બનાવી એની ઉપર બનાવેલું સબ્જી નું એક લેયર બનાવો
- 8
હવે એની ઉપર ફરી થી બાસમતી ચોખા નું લેયર બનાવી ઉપર લીલા ધાણા, પૂદીના ના પાન અને તળેલાં કાંદા ભભરાવો.એની પર ફરી બધી સબ્જી નાખી,લેયર બનાવો.
- 9
હવે બચેલા ચોખા નું લેયર બનાવી એની ઉપર લીલા ધાણા, પુદીનો અને તળેલાં કાંદા ભભરાવી ઉપર ઘી નાખો.
- 10
ઉપર નાની વણેલી રોટલી પાથરો અને કિનારી પર પાણી લગાવી નીચે ની રોટલી કિનારી લઇ ચોંટાડી દો.હવે ગેસ ચાલુ કરી ફૂલ ગેસ કરી 4 થી 5 મિનિટ થવા દો.
- 11
હવે એક તવો લઇ એમાં તેલ લગાવી પેન ઉપર ઊંધો મૂકો અને પેન ઊંધી કરી પલટાવો,ગેસ ધીમો કરી ૫ મિનિટ સુધી થવા દો.
- 12
તૈયાર છે પરદા બિરીયાની,ચપ્પુ થી એક બાજુ થી કાપી બિરીયાની કાઢી ગરમ ગરમ રાયતાં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
- દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
- મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
- કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)


















ટિપ્પણીઓ (2)