રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળને ધોઈને 1/2કલાક માટે પલાળી રાખો. પછી કૂકરમાં બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને સૂકા લાલ મરચા નો વઘાર કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગુલાબી કલરની થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો. સહેજ પોચા પડે એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો.
- 3
હવે તેમાં મીઠું, મરચું, હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બાફેલી દાળ ઉમેરી 5 મિનિટ માટે ઉકળવા દો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16062291





ટિપ્પણીઓ (2)