ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હળદર મીઠું આદુ મરચાની પેસ્ટ અને છાશ નાખી ગઠ્ઠા ન રહે એવી રીતે મિક્સ કરી લો.
- 2
થાળી ઉપર તેલ લગાવી લો.
- 3
હવે એક પેન માં 2 ચમચી તેલ મુકી તેમાં મિશ્રણ એડ કરી મીડીયમ ફલેમ ઉપર સતત હલાવતા રહો.
- 4
એક દમ ઘટ્ટ થાય ત્યારે થોડું તેલ લગાવેલી પ્લેટ ઉપર પાથરો. મિશ્રણ ગરમ હોઇ ત્યારે જ તેને તેલ લગાવેલી પ્લેટ ઉપર સરખું પાથરી લો.
- 5
લગભગ 5-7 મિનીટ માં સેટ થઈ જાય એટલે તેનાં રોલ વાળી લો.
- 6
વઘાર માટે વઘારિયા માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, તલ લીમડાના પાન એડ કરી વઘાર રેડી કરી ખાંડવી ઉપર રેડી દો. કોથમીર થી ગાનિૅશ કરી સર્વ કરો તો તૈયાર છે ખાંડવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16160384



ટિપ્પણીઓ (2)