ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Jeni thakar
Jeni thakar @Jeni1617

#KSJ
#Week3 ખાંડવી(પાટુડી)

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

#KSJ
#Week3 ખાંડવી(પાટુડી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25  મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૩ વાટકીછાશ
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીમીઠું
  5. ૧/૨હળદર
  6. વઘાર માટે:-
  7. ૧ ચમચીતેલ
  8. ૧/૨રાઈ
  9. ૧ ચમચીતલ
  10. ૪-૫લીમડાના પાન
  11. ગાનિૅશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25  મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હળદર મીઠું આદુ મરચાની પેસ્ટ અને છાશ નાખી ગઠ્ઠા ન રહે એવી રીતે મિક્સ કરી લો.

  2. 2

    થાળી ઉપર તેલ લગાવી લો.

  3. 3

    હવે એક પેન માં 2 ચમચી તેલ મુકી તેમાં મિશ્રણ એડ કરી મીડીયમ ફલેમ ઉપર સતત હલાવતા રહો.

  4. 4

    એક દમ ઘટ્ટ થાય ત્યારે થોડું તેલ લગાવેલી પ્લેટ ઉપર પાથરો. મિશ્રણ ગરમ હોઇ ત્યારે જ તેને તેલ લગાવેલી પ્લેટ ઉપર સરખું પાથરી લો.

  5. 5

    લગભગ 5-7 મિનીટ માં સેટ થઈ જાય એટલે તેનાં રોલ વાળી લો.

  6. 6

    વઘાર માટે વઘારિયા માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, તલ લીમડાના પાન એડ કરી વઘાર રેડી કરી ખાંડવી ઉપર રેડી દો. કોથમીર થી ગાનિૅશ કરી સર્વ કરો તો તૈયાર છે ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jeni thakar
Jeni thakar @Jeni1617
પર

Similar Recipes