ગ્રીન પુલાવ

#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે.
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરી પાલક ને બ્લાંચ કરી લો. અને બાસમતી ચોખા ને થોડીવાર માટે પલાળી લો.
- 2
મિક્સચર માં પાલક, આદુ, મરચા કોથમીર, લસણ ની ગ્રેવી તૈયાર કરી લો.
- 3
એક કૂકરમાં ઘી તેલ મૂકી બટાકા, ડુંગળી, ટામેટા, વટાણા સાંતળી લો. સાંતળ્યા બાદ તેમાં ક્રશ કરેલ ગ્રેવી ઉમેરો અને થોડીવાર ઉકળવા દો ત્યારબાદ તેમાં ચોખા અને સ્વાદાનુસાર મીઠું અને પુલાવ ગરમ મસાલા, લીંબુ નો રસ ઉમેરી કૂકર નું ઢાંકણું ઢાંકી દો અને એક વિસલ વગાડી લો તો તૈયાર છે ગ્રીન પુલાવ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ