ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીના મીડિયમ સાઈસ ના ટુકડા કરો તેમા હળદર અને મીઠું નાખી હલાવો. હવે ગાજર, ખારેક, ગૂંદા, લાલ સૂકા મરચાં ને ભેગા કરી તેમા ખાટુ પાણી નાખો.
- 2
હવે આ કેરી ને 3 કલાક રાખીયા પછી એક કાપડ પર સુકાવા મૂકો. અને તેની સાથે ગાજર, ગૂંદા, ખારેક, મરચા ને પણ સૂકવો. આખી રાત પંખા ની હવા મા સૂકાવા દેવુ. સવારે વઘાર કરવો.
- 3
એક પહોળા વાસણમાં રાઈના કુરિયા ગોળ ફરતા પાથરો.હવે મેથીના કુરિયા પાથરો. ધાણાના કુરિયા પાથરો. હવે તેમાં આખા મરી, આખા ધાણા, વરિયાળી ઉમેરો.
- 4
હવે મરચા પાઉડર,મીઠું, હળદર ઉમેરી તેલ ગરમ કરવા મૂકો. હિંગ પાથરો.
- 5
તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરી નીચે ઉતારી મસાલાવાળા વાસણમાં રેડો.હવે ચમચા વડે મિક્સ કરો. તૈયાર છે ગોળકેરી નો સ્વાદિષ્ટ મસાલો.
- 6
હવે તેમાં ગોળ ઝીણો સમારીને મિક્સ કરો. જરૂર પડે તો તેલ ગરમ કરીને ઠંડુ થાય એટલે ઉમેરવું.અને કેરીના કટકા,ગુંદા, ગાજર,ખારેક ઉમેરી 4 કે 5દિવસ સુધી હલાવવું. પછી બરણીમાં ભરવું.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (2)