કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆને પાણીથી બરાબર રીતે ધોઈ ચારણીમાં પાણી નીતારવા માટે રાખી દો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા ઉમેરી તેને તળો
- 3
હવે તે જ તેલમાં રાઈ, જીણા સમારેલા લીલા મરચા, મીઠા લીમડા ના પાન અને હિંગ ઉમેરી બરાબર રીતે સાંતળી લો.
- 4
હવે તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી ડુંગળી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યાર બાદ આમા મીઠું, હળદર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે આમાં કોરા કરેલા પૌંઆ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં ખાંડ, લીંબુ નો રસ અને તડેલા શીંગદાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો.અને તેમાં જીણી સમારેલી કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16301121




ટિપ્પણીઓ