પીઠલા (Pithla recipe in Gujarati)

#MAR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પીઠલા એક ખૂબ જ ફેમસ એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણાના લોટમાંથી બનતી આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. પીઠલા બનાવવા માટે મેઈન ઈન્ગ્રીડીયન્ટ તરીકે ચણાના લોટનો ઉપયોગ થાય છે જે શરીર માટે ઘણો પૌષ્ટિક છે. આ ઉપરાંત તેના સ્વાદ અને સુગંધમાં વધારો કરવા માટે તેમાં ઢેચા (વાટેલા લીલા મરચા અને લસણની પેસ્ટ) પણ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં પીઠલાને ભાખર સાથે સર્વ કરવામાં આવે છે.
પીઠલા (Pithla recipe in Gujarati)
#MAR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પીઠલા એક ખૂબ જ ફેમસ એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણાના લોટમાંથી બનતી આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. પીઠલા બનાવવા માટે મેઈન ઈન્ગ્રીડીયન્ટ તરીકે ચણાના લોટનો ઉપયોગ થાય છે જે શરીર માટે ઘણો પૌષ્ટિક છે. આ ઉપરાંત તેના સ્વાદ અને સુગંધમાં વધારો કરવા માટે તેમાં ઢેચા (વાટેલા લીલા મરચા અને લસણની પેસ્ટ) પણ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં પીઠલાને ભાખર સાથે સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં લસણની કળી, લીલા મરચાં અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને પીસી લેવાના છે.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં પીસેલા લસણ મરચા ની પેસ્ટ ઉમેરવી છે.
- 3
તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.
- 4
જરૂરિયાત મુજબ પાણી ઉમેરી સતત હલાવતા ગાઠા વગરનું પાતળુ બેટર તૈયાર કરવાનું છે.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાય, જીરુ અને હીંગ ઉમેરવાના છે.
- 6
લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર કરવાનો છે.
- 7
સમારેલી ડુંગળી ઉમેરી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાની છે.
- 8
હવે તેમાં તૈયાર કરેલું ચણાના લોટનું બેટર ઉમેરવાનું છે. બરાબર રીતે મિક્સ કરી ઢાંકીને ધીમા ગેસ પર તેને બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 9
જેથી તેનું પાણી સોસાય જશે અને તે થોડું થીક થઈ જશે.
- 10
સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ગરમાગરમ પીઠલા સર્વ કરી શકાય.
- 11
મેં આ રીતે તેને લીંબુ સાથે સર્વ કર્યાં છે.
- 12
- 13
- 14
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોડનીચા ભાત (Phodnicha Bhaat recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad ફોડનીચા ભાત એક મહારાષ્ટ્રીયન સ્ટાઇલના મસાલાવાળા ભાત છે. મહારાષ્ટ્રમાં વધેલા ભાત માંથી પણ આ વાનગી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગથી ખૂબ જ ફટાફટ અને સહેલાઇથી બની જાય છે. આ ભાતને આપણે બાળકોના લંચબોક્સમાં પણ આપી શકીએ છીએ. Asmita Rupani -
ભાતના થેપલા / ધારવડા (Bhat Thepla / Gharavda Recipe In Gujarati)
#AM2 ભાતના થેપલા એટલે કે જેને કાઠિયાવાડમાં ધારવડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારવડા એક ગુજરાતી વાનગી છે. આ વાનગી બનાવવા માટે ભાત અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે. આ વાનગીનો ઉપયોગ સવારે નાસ્તામાં અથવા સાંજના જમવામાં પણ કરવામાં આવે છે. આ વાનગી બનાવવી સરળ છે અને ઓછા સમયમાં બની જાય તેવી છે. Asmita Rupani -
ચોખાના ચિલ્લા (Rice flour chilla recipe in Gujarati)
#CRC#cookpadgujarati#cookpadindia#cookpad ચોખાના લોટમાંથી બનાવેલા ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે. છત્તીસગઢમાં આ ચિલ્લા સામાન્ય રીતે બ્રેકફાસ્ટના સમયમાં બનાવવામાં આવે છે. ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીને બનાવવામાં આવતા આ ચિલ્લા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ છત્તીસગઢની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
છીબા ઢોકળી (Chiba Dhokli recipe in Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad છીબા ઢોકળી એ કચ્છની એક પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ વાનગી તેના નામ પ્રમાણે જ છીબા માં બનાવવામાં આવે છે. ચણાના લોટ માંથી એટલે કે બેસન માંથી બનતી આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ તે હેલ્ધી પણ છે. ખૂબ જ ઓછા તેલમાં કે સાવ તેલ વગર પણ આ છીબા ઢોકળીને બનાવી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જતી આ વાનગી ગરમાગરમ સર્વ કરીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે. ખાટા અથાણા ના મસાલા અને તેલની સાથે કે પછી લીલી ચટણી સાથે પણ આ વાનગીને સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ કચ્છની આ ખૂબ જ ફેમસ છીબા ઢોકળી કઈ રીતે બને છે. Asmita Rupani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ભરલી વાંગી (Bharli Vangi recipe in Gujarati)
#MAR#Cookpadgujarati#cookpadindia#cookpad ભરલી વાંગી મૂળ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ભરલી વાંગી ગુજરાતી રેસિપી ભરેલાં રીંગણાના શાક સાથે ઘણી મળતી આવે છે. નાના રીંગણા માં સ્ટફીંગ ભરીને એક મીડીયમ થીક ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં આવે છે જે ભરલી વાંગી તરીકે મહારાષ્ટ્રીયન લોકોમાં ખૂબ જ ફેમસ છે. આ સબ્જી નો તીખો, ખાટો અને મીઠો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તો ચાલો જોઈએ મેઈન કોર્સની આ અમેઝિંગ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
સરમણીયા
#FFC1આ એક વિસરાતી જતી વાનગી છે મારા દાદી અને મારા પરદાદી જ્યારે સીઝનલ શાક ન મળે ત્યારે દૂધ દહીં કે છાશ સાથે ખવાતા આ સરમણીયા બનાવતા અને આ ખૂબ જ પૌષ્ટિક પણ ગણાય છે કારણ કે આમાં ઘઉં જુવાર બાજરી મકાઈ અને ચણાના લોટનો ઉપયોગ થાય છે.Bhoomi Harshal Joshi
-
લસણીયા બટેટાના ભજીયા (Lasuni Potato Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે ગુજરાતી લોકોના ઘરમાં તેલનો તવો મુકાય અને વિવિધ જાતના ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા ઘણી બધી વેરાયટીના બને છે જેવા કે બટેટાના, કેળાના, મરચાંના, દૂધીના, મેથીના, ટમેટાના વગેરે. મેં આજે સ્વાદમાં થોડા તીખા પણ ખૂબ જ ટેસ્ટી એવા લસણીયા બટેટાના ભજીયા બનાવ્યા છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. નાની નાની બટેટી માં કાપા કરી લસણની ચટણી ભરી આ ભજીયા બનાવવામાં આવે છે. બટેટી ના હોય તો મોટા બટેટાના ટુકડા કરી તેમાં પણ લસણની ચટણી ભરીને આ ભજીયા બનાવી શકાય છે. આ ભજીયા ટોમેટો કેચઅપ , લીલી ચટણી કે પછી રાજકોટની ફેમસ એવી ગોરધન ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
બટાકા વડા (Batata vada recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia બટાકા વડા એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ઘણી પ્રચલિત અને પ્રિય હોય છે. આ ઉપરાંત બટાકા વડા મુંબઈનું પણ ખૂબ જ ફેમસ એવું એક સ્ટ્રીટ ફૂડ છે. બટાકાના માવામાંથી બનાવવામાં આવતા બટાકા વડા બનાવવા ખૂબ જ સરળ છે. બટાકા વડા ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. સવાર કે સાંજના નાસ્તામાં કે કોઈપણ જમણવાર વખતે આ વાનગી ફરસાણ તરીકે સર્વ કરવામાં આવે છે. મીઠાઈ અને પુરીની સાથે આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
વઘારેલું ખીચું (Vagharelu Khichu Recipe In Gujarati)
#trend4# ખીચુંખીચું ચણાના લોટનો ચોખાના લોટ ઘઉંના લોટની બનતું હોય છે, મેં આજે ઘઉંના લોટનો વઘારેલું ખીચું બનાવ્યું છે. Megha Thaker -
પાત્રા (Patra recipe in gujarati)
અળવીના પાન અને ચણાના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી ફરસાણની વાનગી છે....ખાટામીઠા ગુજરાતી સ્વાદ વાળું સૌકોઇને ભાવતું એકદમ સ્વાદિષ્ટ ફરસાણ કે નાસ્તો....ખૂબ જ ઓછા તેલ સાથે બાફીને બને છે અને સોડા પણ નથી વપરાતો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પચવામાં હળવું અને પૌષ્ટિક છે....#વેસ્ટ Palak Sheth -
કાંદા પૌવા (Kanda poha recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad કાંદા પૌવા એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. સામાન્ય રીતે આ વાનગી સવારના નાસ્તામાં અથવા સાંજના સમયે સ્નેક્સ તરીકે મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ કાંદા પૌવા આપી શકાય છે. Asmita Rupani -
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
થાલીપીઠ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10થાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારમાં થાલીપીઠ ખાવામાં આવે છે. મલ્ટીગ્રેન લોટ અને શાકભાજીથી બનતી પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે. Juliben Dave -
સુજી બોલ્સ (Suji balls recipe in Gujarati)
#RB8#week8#cookpadgujarati#cookpadindia#cookpad સુજી બોલ્સ ખૂબ જ ઝડપથી અને ઈઝીલી બની જાય તેવી રેસીપી છે. રવાના ઉપયોગથી બનાવવામાં આવતી આ વાનગીમાં સ્વાદ માં ઉમેરો કરવા માટે આદુ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા તેલ ના ઉપયોગ વડે આ વાનગી સરસ બની જાય છે તેથી તેને આપણે એક હેલ્ધી રેસિપી પણ કહી શકીએ. Asmita Rupani -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#dipika#MAR#cookpadindia#cookpadgujaratiથાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારોમાં થાલીપીઠ બનાવવામાં આવે છે.મિશ્ર ધાન્યના લોટ અને શાકભાજીથી બનતી આ પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે.ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. આ પરંપરાગત મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી અને શાકભાજીથી તૈયાર કરી શકાય છે તેથી પૌષ્ટિક તો છે જ અને ઝટપટ બનાવી શકાય છે. Riddhi Dholakia -
રાજસ્થાની પિતોડ ની સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad રાજસ્થાની પિતોડ ની સબ્જી બે રીતે બનાવી શકાય છે ગ્રેવી વાળી અને ગ્રેવી વગરની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવી શકાય છે. મેં આજે ગ્રેવી વાળી સબ્જી બનાવી છે. ઘરમાં કોઈ લીલુ શાક અવેલેબલ ના હોય અથવા તો કંઈક અલગ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો રાજસ્થાની પિતોડ ની સબ્જી એક સારું ઓપ્શન છે. પિતોડની સબ્જી બનાવવા માટે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટના પિતોડ બનાવી છાશ વાળી ગ્રેવીમાં આ પિતોડને ચડાવીને આ સબ્જી તૈયાર કરવામાં આવે છે. પિતોડ ની સબ્જી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. પૂરી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે આ સબ્જીને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પાતળ ભાજી (Patal bhaji recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Asmita Rupani -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. Asmita Rupani -
ગોલી ઈડલી (Goli Idli recipe in Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia ગોલી ઈડલીને મસાલા રાઇસ બોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકદમ ઈઝી અને સિમ્પલ એવી હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપીમાં ચોખાના લોટને વરાળમાં બાફી તેના બોલ્સ બનાવી ગોલી ઈડલી બનાવવામાં આવે છે. આ રાઇસ બોલ્સ એકદમ સોફટ બને છે. આ ઉપરાંત આ વાનગી ઇઝીલી અવેલેબલ હોય તેવા ઇંન્ગ્રીડિયન્સ માંથી જ બની જાય છે. બ્રેકફાસ્ટ ઉપરાંત બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ હેલ્ધી વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
શકરટેટી નું શાક (Muskmelon sabji recipe in Gujarati)
#SVC#Priti#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે મીઠી અને પાકી શકરટેટી ખુબ સરસ આવે. આ શકરટેટી માંથી ઘણી વાનગીઓ બનાવી શકાય. શકરટેટીનો જ્યુસ, શકરટેટીનો શેઈક વગેરે ઠંડક આપનારા પીણા બનાવી શકાય. એવી જ રીતે શકરટેટીનું શાક પણ ખુબ જ સરસ બને. ગળાશ, ખટાશ અને તીખાસના સ્વાદવાળું આ ટેટીનું શાક રોટલી, ભાખરી, પરાઠા કે ખીચડી સાથે ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ સમર સ્પેશિયલ આ શકરટેટીનું કાઠીયાવાડી સ્ટાઇલનું સ્વાદિષ્ટ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે કાઠિયાવાડી સ્ટાઇલનું ગલકા સેવ નું શાક બનાવ્યું છે. આ શાક કાઠિયાવાડમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગલકા એકદમ લીલા અને કુણા હોય તો તેમાંથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બેસન માંથી બનાવવામાં આવતી સેવ આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો જોઈએ કાઠિયાવાડી સ્ટાઇલનું ગલકા સેવનું આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Daxa Parmar -
મહારાષ્ટ્રીયન માસવડી રસ્સા (Maswadi Rassa Recipe In Gujarati)
#maswadirassa#maharashtrian#authentic#cookpadindia#cookpadgujaratiએક લોકપ્રિય પારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી એટલે માસવડી રસ્સા. પુણે બાજુના કેટલાક મહારાષ્ટ્રીયન પરિવારોમાં શાકાહારી વાનગી બનાવવાની વાત આવે ત્યારે આ વાનગીને વિશેષ મેનુ ગણવામાં આવે છે. જે માંસાહારી વાનગી જેવી લાગે છે પરંતુ તે સંપૂર્ણપણે શાકાહારી છે. તેનો આકાર માછલી જેવો લાગતો હોવાથી તેને માસવડી કહેવામાં આવે છે. રાંધેલું બેસન જે ઘણા બધા મસાલાઓથી ભરેલું છે. સામાન્ય રીતે તેને ગરમ મસાલેદાર લાલ કરી (રસ્સા) સાથે પીરસવામાં આવે છે. જે જુવાર કે બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (42)