રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મોરૈયાની પાણીથી ત્રણથી ચાર વખત સાફ કરી લેવો.
- 2
હવે વઘાર માટે કડાઈમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે તેમ જીરુ, શીંગદાણા, લવિંગ, તજ, મીઠો લીમડો, લાલ સૂકા મરચાં, સમારેલા લીલા મરચાં, નાખી તે બધું સંતળાઈ જાય એટલે તેમાં મોરૈયો નાખી સરખું મિક્સ કરી લેવું. પછી તેમાં પાણી ઉમેરવું.
- 3
હવે તેમાં મસાલો કરવો. મીઠું, હળદર, લાલ મરચું નાખવું. પછી તેમાં એક બટાકુ ધોઈને છોલીને છીણીને નાખવું. ને બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ચડવા દેવું. 8 થી 10 મિનિટમાં મોરૈયો તૈયાર થઈ જશે.
- 4
તો તૈયાર છે મોરૈયા ની ખીચડી. એક સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરીને મોળા દહીં સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308024




ટિપ્પણીઓ