રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં ૪-૫ ચમચી તેલ લઈ, તેલ ગરમ થાય એટલે હળદર નાંખી, કંટોળા મા વાટેલા લસણ, આદુ, મરચા અને મીઠું નાંખી ૨ મિનિટ સાંતળવું,તેમાં ચપટી સોડા બાય કાર્બ નાંખી પાણી છાંટી વાડકા પર પાણી ભરેલી થાળી ઢાંકી કંટોળાને ચડવા દેવા.
- 2
થોડીવાર પછી ઢાંકણ ખોલી કંટોળા જોવા,કંટોળા ચઠી ગયા હશે.કંટોળામા પાણીનો ભાગ બળી જાય અને તેલ છુટ્ટું પડે એટલે ધાણાજીરુ, મરી પાઉડર અને કોથમીર ભભરાવી જુવાર ના રોટલા સાથે સર્વ કરવું, જુવારના રોટલા ની રેસીપી નીચે આપી છે.
- 3
જુવારના રોટલા માટે :::: જુવારના લોટમાં થોડું થોડું પાણી નાંખી મસળી, એક રૂમાલ પર મસળેલો લોટ મુકી હાથ થી થાપી લેવો.થાપેલા રોટલાને તાવી પર રોટલીની જેમ શેકી લેવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350180




ટિપ્પણીઓ