જુવાર બાજરી ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મીક્સિંગ બાઉલ માં દહીં અને ગોળ મિક્સ કરો.
- 2
હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં તલ,અજમો, હીંગ,મીઠા લીમડા ના પાન, આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરીને સાંતળો અને ત્યારબાદ તેમાં મેથી ની ભાજી સમારેલી ઉમેરીને બરાબર મિક્સ કરો.અને 5 મિનિટ ઢાંકી ને રાખો અને ગેસ બંધ કરી લો.
- 3
હવે મીક્સિંગ બાઉલ માં દહીં અને ગોળ નું મિશ્રણ છે એને બરાબર ચમચા થી હલાવી ને તેમાં ભાજી ઉમેરી લો. અને મિક્સ કરો.
હવે ભાજી નાં મિશ્રણમાં જુવાર અને બાજરી નો લોટ ઉમેરી ને લોટ બાંધી લો. જરૂર હોય તો પાણી ઉમેરી લેવું. અને લોટ બાંધી ને 20 - 25 મિનિટ રેસ્ટ આપવો. - 4
હવે લોટ નાં નાના લૂઆ બનાવીને વડા થેપી લો. એમ બધા વડા થેપી લો.
ત્યારબાદ ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે વડા ને તળી લો. પછી બધા વડા તળાઇ જાય એટલે ગેસ બંધ કરી લો.તૈયાર છે જુવાર બાજરી ના વડા
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (8)