મોદક (Modak Recipe In Gujarati)

Stuti Vaishnav @rexstu8817
મોદક ચૂરમા એ એક ગુજરાતી વાનગી છે. અમારા ઘર માં ગણેશ ચોથ માં બનતી આ મીઠાઈ છે. ગોળ અને ઘી થી બનતી હોવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ છે. #ATW2
#TheChefStory
મોદક (Modak Recipe In Gujarati)
મોદક ચૂરમા એ એક ગુજરાતી વાનગી છે. અમારા ઘર માં ગણેશ ચોથ માં બનતી આ મીઠાઈ છે. ગોળ અને ઘી થી બનતી હોવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ છે. #ATW2
#TheChefStory
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર પાણી નવશેકું ગરમ કરો અને મૂઠી વળતું મોણ નાખી લોટ બાંધી મુઠીયા વાળી લો.
- 2
કડાઈ મા ઘી ગરમ કરી મુઠીયા બ્રાઉન કલર ના તળી લો. મુઠીયા ઠંડા પડે પછી મિક્સચર માં કરકરુ ક્રશ કરી લો અને જો જરૂર લાગે તો ચારણી થી ચાળી લો.
- 3
ગોળ છીની લો અને કડાઈ માં ઘી ગરમ કરો અને ગેસ બંધ કરી અને ગોળ ઉમેરી દો અને એ ગોળ ની પાઈ ક્રશ કરેલા ચૂરમાં માં ઉમેરી દો અને ચુરમાં ને મોલ્ડ માં નાખી મોદક નો શેપ આપી દો.તો તૈયાર છે મોદક ચૂરમાં નાં લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16480497






ટિપ્પણીઓ