સ્વીટ મોમોઝ(દિંડ)

Gauri Sathe @gauri
આ એક પરંપરાગત મહારાષ્ટ્રિયન વાનગી છે.નાગપંચમીને દિવસે પ્રસાદ માટે બનાવાય છે.
#RB14
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ ચાર/પાંચ કલાક પલાળી રાખવી. આ દાળને બાફીલો.વધારાનુ પાણી નિતારી મિક્સર મા બારીક કરીલો. હવે એક કઢાઇ મા આ દાળ અને ગોળ ગરમ કરવા મુકો. પુરણ ઘટ્ટ થાય ત્યા સુધી થોડી થોડી વારે હલાવતા રહો ઘટ્ટ થવા આવે એટલે ઘી અને ઇલાયચી-જાયફળ પાઉડર ઉમેરો.ગોળા વળે એટલુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીદો. અને ઠંડુ થવા દો.
- 2
હવે ઘઉં ના લોટની મોણ નાખી મીડિયમ ઘટ્ટ કણક બાંધી 10/15 મિનિટ રેસ્ટ આપો.હવે આ કણક માથી મીડિયમ સાઇઝની પૂરી વણી તેમા પુરણ ભરી ચોરસ પોકેટ ના આકાર મા મોમોઝ બનાવી દો. આ મોમોઝ ને સ્ટીમર મા 20 મિનિટ માટે સ્ટીમર કરો.
- 3
આ મોમોઝ ઠંડા થાય એટલે ઉપરથી ઘી નાખી પ્રસાદ ધરાવો અથવા ઘી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16547341



ટિપ્પણીઓ (2)