ચણાની દાળના લાડુ

Gauri Sathe @gauri
આ લાડુ ખુબ ટેસ્ટી બને છે પરંપરાગત વાનગી છે. મોતીચુર ના લાડુ બનાવતા ના ફાવતા હોય તો સરસ વિકલ્પ છે.
#RB18
ચણાની દાળના લાડુ
આ લાડુ ખુબ ટેસ્ટી બને છે પરંપરાગત વાનગી છે. મોતીચુર ના લાડુ બનાવતા ના ફાવતા હોય તો સરસ વિકલ્પ છે.
#RB18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ 6/7 કલાક પલાળી રાખવી. આ પલાળેલી દાળ ને પાણી નિતારી કોરી જ મિક્સર મા બારીક કરવી.
- 2
આ બારીક દાળની નાની ટીક્કી બનાવી મધ્યમ આંચ પર ગુલાબી તળવી. આ ટીક્કીને ફરી મિક્સર મા લઇ બારીક કરવી. આ બારીક ભુકામા કીશમીશ ઉમેરવી.
- 3
હવે એક વાસણમા ખાંડ ડુબે એટલુ પાણી લઈ ચાસણી કરવી એક તાર કરવાની નથી ચીકણી થાય એટલી જ કરવાની છે. એમા કેસરના તાતણા અને ઇલાયચી પાઉડર ઉમેરો.હવે આ ચાસણી મા લાડુનો ભુકો ઉમેરો.થંડુ થયા પછી લાડુ બનાવી લો.
- 4
લાડુ બનાવ્યા બાદ વચ્ચે થી થોડા પ્રેસ કરી બદામનો 1/2 પીસ મુકો.ચણાની દાળના જ્યુસી લાડુ તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16550698









ટિપ્પણીઓ (4)