ફરાળી સુપ

ફરાળી વાનગી મા હવે પહેલા ના કરતા ઘણુ વૈવિધ્ય જોવા મળે છે તેમા હું આ ફરાળી સુપ રજુ કરુ છુ. ઉપવાસ માટે ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.
#RB20
ફરાળી સુપ
ફરાળી વાનગી મા હવે પહેલા ના કરતા ઘણુ વૈવિધ્ય જોવા મળે છે તેમા હું આ ફરાળી સુપ રજુ કરુ છુ. ઉપવાસ માટે ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.
#RB20
રાંધવાની સૂચનાઓ
- 1
પુર્વ તૈયારી રુપે સાબુદાણા 3/4 કલાક પલાળી રાખો.આ પલળેલા સાબુદાણાને મિક્સર મા લઇ પેસ્ટ બનાવી લો
- 2
હવે એક વાસણ મા માખણ ગરમ કરી તેમા બધા શાક ઉમેરી સાંતળી લો.અધકચરા ચડે એટલે પહેલા થોડુ પાણી નાખી હલાવી લો અને ત્યારબાદ સાબુદાણાની પેસ્ટ ઉમેરો.ટોટલ ચાર વાટકી જેટલુ પાણી ઉમેરો.હવે તેમા બધા મસાલા ઉમેરી 5/7મીનીટ ઉકળવા દો. અને ગેસ બંધ કરો.
- 3
બાફેલા બટાકાના જરુર જેટલો રાજગીરાનો લોટ,મીઠું,મરચુ પાઉડર,થોડુક તેલ ઉમેરી ઘટ્ટ કણક બાધો. આ લોટ ને આદુ છીણવાની છીણી માથી ઘસીને ઝીણી સેવ ગરમ તેલ મા પાડી તળી લો.સરસ સેવ તૈયાર થશે.
- 4
ગરમા ગરમ સુપને સેવ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (2)