સુગરફ્રી ચોકલેટ કાજુ કતરી (Sugar Free Chocolate Kaju Katli Recipe In Gujarati)

#DTR
દિવાળી બધાનો ફેવરિટ તહેવાર છે. એની ઉજવણી ની તૈયારી ખાસ કરીને ગ્રુહીણીઓ ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરતી હોય છે એમાં ઘરની સાફ સફાઈ થી લઈને અલગ અલગ પ્રકારના નાસ્તા અને મિઠાઈઓ ખૂબ જ હોંશ થી બનાવતી હોય છે. પણ જે લોકો કેલરી કોન્સિયસ છે અથવા ડાયાબિટીક છે અને મિઠાઈ ના શોખીન છે તો શું કરવું. તો એના માટે હું લઈ ને આવી છું દિવાળી સ્પેશ્યલ કાજુ કતરી નું સુગરફ્રી ચોકલેટ વર્ઝન.

રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર નું સિરપ બનાવવા માટે એક સોસ પેનમાં પાણી ગરમ કરી તેમાં ખજૂર ને 1 કલાક સુધી પલાળી લો. હવે ખજૂર ને થોડી મસળી ને ગાળી લો. પલ્પ કાઢી ને રાખી દો જેથી ફરી ખજૂર સીરપ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય.
- 2
તૈયાર મિશ્રણ ને સહેજ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. તૈયાર છે ખજૂર સીરપ.
- 3
કાજુ ના પાઉડર ને ચાળી લો. નોન સ્ટીક કડાઈમાં ખજૂર નું સિરપ મિલ્ક પાઉડર અને કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે 2-3 મિનિટ ચડવા દો પછી તેમાં કાજુ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી મિશ્રણ પેન ની સાઈડ છોડે ત્યાં સુધી ચડવા દો.
- 4
ગેસ બંધ કરી ઘી ઉમેરી 4-5 મિનિટ સુધી મસળી લો. તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલી ફ્લેટ પ્લેટ પર પાથરી ને ઉપર બટર પેપર મુકી વણી લો. પછી ચાંદી નો વરખ લગાવી ડાયમન્ડ શેઈપ માં કટ કરી લો. ઠંડી થાય એટલે સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)