ચણા ના લોટ ના ગાંઠીયા (Chana Flour Ganthiya Recipe In Gujarati)

#DTR
ગાંઠિયા આપણે અવારનવાર બનાવતા જ હોઈ છીએ કેમ કે ઓલ ટાઈમ ફેવરિટ છે. ચા સાથે બીજું કાંઈ ન હોય અને ગાંઠિયા હોય તો પણ ચાલે એટલે બ્રેકફાસ્ટમાં, સ્નેક્સમાં તેમજ લંચ સાથે સાઈડ ડીશમાં ફરસાણ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લેવો ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર નાખો.
- 2
હવે તેમાં અજમો હાથેથી મસળીને નાખો અને ચોખાનો લોટ નાખી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધવો.
- 3
લોટ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો બાંધવો અને તેના પર તેલ લગાવી દેવું. હવે ગાંઠિયાની જાળી અને સંચામાં પણ તેલ લગાવી દેવું.
- 4
હવે ચણાનો બાંધેલો લોટ સંચામાં નાખવો અને બંધ કરી ગરમ તેલમાં ગાંઠિયા પાડો. ફ્લેમ મીડીયમ રાખવી. એક બાજુ ગાંઠિયા થઈ જાય એટલે તેને પલટાવી બીજી બાજુ પણ થવા દો.
- 5
થઈ જાય એટલે ઝારાની મદદથી ઉતારી કાગળ પર મૂકો જેથી વધારાનું તેલ નીકળી જાય. ઠંડા થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)