ગ્રીન સબ્જી (Green Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સારી રીતે ધોઈ એક કડાઈમાં પાણી નાખી ગરમ કરવુ. પાણી ઉકળે એટલે તેમાં પાલક મીઠું અને ચપટી ખાંડ ઉમેરી બે મિનિટ માટે બ્લાન્ચ કરી પાણી નિતારી ઠંડી પડે એટલે પેસ્ટ બનાવી લેવી અને મિકસર જારમાં કોથમીર મરચા આદુ નાખી ક્રશ કરી લેવું. ટામેટાં ડુંગળી લસણ તથા ખડા મસાલા તૈયાર રાખવા.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું અને બધા ખડા મસાલા સાંતળી ટામેટાં ડુંગળી અને લસણ નાખવું. ડુંગળી ગુલાબી રંગની થાય અને ટામેટાં સોફ્ટ થાય એટલે ઠંડુ થવા રાખો. ઠંડુ થઈ જાય એટલે ખડા મસાલા કાઢી લેવા અને ડુંગળી ટમેટાને મિક્સી જારમાં નાખી પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે કડાઈમાં ઘી મૂકી બનાવેલી પેસ્ટ સાતળો. તેલ છૂટે એટલે કોથમીર મરચાની પેસ્ટ ઉમેરવી.
- 4
બે મિનિટ બાદ સમારેલ બટેકા ઉમેરવા. બરાબર મિક્સ કરી બે મિનિટ કુક થવા દો.
- 5
હવે પાલકની પેસ્ટ નાખવી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરવું અને ઉકળવા દેવું.
- 6
થોડું થીક થાય અને તેલ છૂટે એટલે બટર અને કસુરી મેથી ને હાથેથી મસળીને ઉમેરવી. હવે બધું બરાબર મિક્સ કરી દેવું બે મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
- લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)






















ટિપ્પણીઓ (4)