પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)

#BR
#MBR5
#week5
#cookpadgujarati
#cookpadindia
#cookpad
શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે.
સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે.
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR
#MBR5
#week5
#cookpadgujarati
#cookpadindia
#cookpad
શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે.
સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજીને વીણી ચોખ્ખા પાણીથી ધોઈ ઉકળતા પાણીમાં ત્રણ થી ચાર મિનિટ માટે બોઈલ કરવાની છે.
- 2
ત્યારબાદ તેને આઈસકોલ્ડ પાણીમાં ટ્રાન્સફર કરી પાંચેક મિનિટ પછી મિક્સર ની જારમાં લઈ પ્યુરી બનાવવાની છે.
- 3
સમારેલા લાલ લીલા કલરના કેપ્સિકમને પણ ઉકળતા પાણીમાં અધકચરા કુક કરી લેવાના છે.
- 4
મિક્સર ની જારમાં ડુંગળી અને કાજુના ટુકડા ઉમેરી તેની પેસ્ટ બનાવવાની છે.
- 5
એક કડાઈમાં તેલ ઘી મિક્સમાં ગરમ કરી તેમાં જીરું, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને લસણ ઉમેરી બરાબર રીતે સાંતળવાનું છે.
- 6
હવે તેમાં તૈયાર કરેલી ડુંગળી અને કાજુની પેસ્ટ ઉમેરવાની છે.
- 7
અધકચરા કુક કરેલા કેપ્સિકમ ના ટુકડા અને બાફેલી અમેરિકન મકાઈના દાણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરવાનું છે
- 8
હવે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરવાની છે.
- 9
હવે બધા જ મસાલા, સ્વાદ અનુસાર મીઠું, ફ્રેશ ક્રીમ અને કસુરી મેથી ઉમેરી એક થી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 10
તો અહીંયા આપણી પાલક કોર્ન કેપ્સિકમ સબ્જી તૈયાર છે. લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સર્વ કરી શકાય.
- 11
મેં આ સબ્જીને પરાઠા અને સલાડ સાથે સર્વ કરી છે.
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
#RC4#week4#cookpadgujarati#cookpadindia આજે મેં સ્ટફ્ડ કેપ્સિકમ બનાવ્યા. જેમાં મેં ગ્રીન કેપ્સિકમમાં બટેટા અને પનીરનું સ્ટફિંગ ફીલ કર્યું. મેં ગ્રીન કેપ્સિકમ થી બનાવ્યું પણ રેડ અને યેલ્લો કેપ્સિકમથી પણ સ્ટફ્ડ કેપ્સિકમ બનાવી શકાય. પાલકની ગ્રીન ગ્રેવી બનાવી તેમાં આ સ્ટફ્ડ કેપ્સિકમને ઉમેરી એક કેપ્સીકમ અને પાલકની ગ્રેવી વાળી સબ્જી બનાવી. આ સબ્જી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. એ ઉપરાંત આ સબ્જીમાં પાલકનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી એ એક હેલ્ધી સબ્જી પણ છે. Asmita Rupani -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiમકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે dr.Khushali Karia -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
લહસુની પાલક(Lahsuni palak recipe in Gujarati)
લહસુની પાલક એક પંજાબી વાનગી છે.. આમ તો બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે પાલકની પંજાબી સબ્જી બનાવીએ તો બાળકો હોશે હોશે પાલક ખાઈ લેશે.. Rita Gajjar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
પાલક કોર્ન (Palak Corn Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપાલક કોર્ન સબ્જી Ketki Dave -
કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
#trendમેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
કોનૅ કેપ્સીકમ પૌવા(Corn Capsicum Paua Recipe In Gujarati)
બટાકા પૌવા અને કાંદા તો બહુ ખાધા હોય પરંતુ કોનૅ, કેપ્સીકમ, બટર,લસણ,ફુદીના સાથે મે આ બનાવ્યા છે જે ખૂબ જ અલગ ટેસ્ટ આપે છે.ખૂબ જ હેલ્ધી વાનગી છે સવારના નાસ્તા માટે તમે ચોક્કસ લઈ શકશો અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે. છોકરાઓના ટિફિનમાં ખુબ જ સરસ લાગશે. Chandni Kevin Bhavsar -
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
આજે saturday evenig તો અઠવાડિયાના બધા શાક પૂરા.. ફ્રીઝ ખોલીને જોયું તો કેપ્સિકમ અને ટામેટા એ હાઉકલી કરી ડોકિયું કર્યું. તેમની પર literally પ્રેમ ઉભરાય ગયું કે ખરાખરીનાં સમયે કામ આવ્યા. 😍🥰😘 ફ્રીઝરમાં સ્વીટ કોર્ન પણ હતા. તો saturday dinner માં ધમાકેદાર અને ચટાકેદાર કોર્ન-કેપ્સીકમ મસાલા સબ્જી બનાવવાની ઈચ્છા થઈ.. સાથે ફુડ ફેસ્ટીવલ વીક ૪ માટે મિસ્સી રોટી. થઈ ગયું મેનુ નક્કી અને બની ગઈ ટેસ્ટી સબ્જી..સાથે ગરમાગરમ રોટી 😋😍🥰 Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
કોર્ન કેપ્સીકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MVF Amita Soni -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
મકાઈ ની અંદર કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. મકાઈ ની અંદર ભરપૂર માત્રામાં ખનીજ અને પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી-૧, વિટામિન બી 12, વિટામિન b2 vitamin e હોય છે મકાઈ કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે. પાલકમાં વિટામીન બી, સી,ઈ હોય છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,ભરપૂર માત્રામાં હોય છે. આવા શાકભાજી ખાવાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે તો ચાલો દોસ્તો આજે આપણે જોઈએ કોર્ન પાલક ની રેસીપી. Varsha Monani -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (37)