બટાકા નો સૂપ (Bataka Soup Recipe In Gujarati)

આજે અગિયારસ હોવાથી મેં ફરાળી બટાકાનો સૂપ બનાવ્યો છે જે આપણને પેટ ભરેલું રાખે અને બનાવવામાં ઝટપટ ઓછી સામગ્રી થી ઓછા સમયમાં ઓછી કેલેરી વાળો બને છે
બટાકા નો સૂપ (Bataka Soup Recipe In Gujarati)
આજે અગિયારસ હોવાથી મેં ફરાળી બટાકાનો સૂપ બનાવ્યો છે જે આપણને પેટ ભરેલું રાખે અને બનાવવામાં ઝટપટ ઓછી સામગ્રી થી ઓછા સમયમાં ઓછી કેલેરી વાળો બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ની છાલ કાઢી તેને છીણી લો તેના ઉપર મરીનો ભૂકો મીઠું લીલું મરચું, ખાંડ લીલા ધાણીયા સમારેલા મરચા ચીલી ફ્લેક્સ નાખી ડિશ તૈયાર કરો
- 2
નાની કડાઈમાં ઘી મૂકી તેમાં જીરું તતડે એટલે 1/2 ગ્લાસ પાણી નાખી દો. પાણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલી ડીશ બટાકાના છીણ વાળી ધીમે ધીમે ચમચી વડે નાખો હવે ધીમા ગેસ ઉપર તેને ઉકળવા દો વારેવારે હલાવતા રહેવું નહીંતર નીચે બટાકાનું છીણ ચોટી જશે
- 3
બરાબર ઊકળે એટલે તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા મૂકી ગાર્નીશ કરો આ શુભ ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે તેમાં બટાકાનો ફરાળી ચેવડો કે બટાકાની વેફર થી સજાવી ગરમાગરમ પીરસો..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ