સુગરફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ (Sugar free Healthy Dates Balls Recipe In Gujarati)

#Cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9
શિયાળાની ઠંડીમાં શરીર ને ગરમાવો આપવા માટે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. અહીં મેં કાળી ખજૂરનો ઉપયોગ કરીને હેલ્ધી બોલ્સ બનાવ્યા છે. ગોળનો ઉપયોગ કર્યો નથી અને ખજૂરની મીઠાશથી આ ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સ બનાવ્યા છે. ખજૂર બોલ્સમાં સૂંઠ પાઉડર , ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને ટોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો ખજૂરમાંથી બી કાઢીને તેને બારીક ચોપ કરી લો.
- 2
પેનમાં ખસખસ અને ટોપરાના છીણને અલગ અલગ વારાફરતી ડ્રાય રોસ્ટ કરી લો. પછી એ જ પેનમાં ઘી એડ કરીને ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરી લો. ડ્રાયફ્રુટ ઠંડા થાય પછી કટરમાં કટ કરી લો. પછી એક બાઉલમાં લઈ સાઇડમાં મૂકો.
- 3
હવે એ જ પેનમાં ઘી એડ કરીને ખજૂરને પણ બરાબર સોફ્ટ અને એકરસ થઈ જાય ત્યાં સુધી ગરમ કરો સતત હલાવતા રહેવું
- 4
ખજૂર સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટસ, સૂંઠ પાઉડર,ખસખસ અને ટોપરાનું છીણ એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો. ઠંડુ થાય પછી તેમાંથી નાના નાના બોલ્સ વાળી લો.
- 5
ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સને ડ્રાયફ્રૂટ્સના ભૂકા માં રગદોળી લો.રેડી છે ખાંડ ફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)