સીઝલિંગ ગાજર હલવા (Sizzling Carrot Halwa Recipe In Gujarati)

#cookpadindia
#cookpad_guj
#cookpad
#XS
ગાજરના હલવામાં બીટ એડ કરવાથી ગાજરના હલવાનો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ ક્રીસમસ પર મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને તેની પર વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપથી ગાર્નીશ કર્યું છે. આવી રીતે બનાવીને બાળકોને આપીએ તો તે લોકોને ખૂબ જ ભાવે છે. ખુબજ ખુશ થઈ ને ખાઈ લે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને બીટ ને ધોઈને છાલ કાઢી અને છીણી લો. ઘી ને ગરમ કરી તેમાં ગાજર એડ કરીને થોડીવાર શેકો. હવે તેમાં દૂધ એડ કરવું. થોડીવાર પછી મલાઈ એડ કરી સતત હલાવતા રહેવું.
- 2
દૂધનો ભાગ બળી જાય પછી તેમાં ખાંડ એડ કરવી. સતત હલાવતા રહેવું. ખાંડના ભાગનું પાણી બળી જાય ત્યારે તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ અને ઈલાયચી પાઉડર એડ કરી બધું બરાબર મિક્સ કરી હલાવી લેવું. ગેસ બંધ કરવો.
- 3
સિઝલિંગ પ્લેટ ને ગરમ કરવી ત્યારબાદ તેની પર ગાજરનો હલવો મૂકી દેવો. તેના પર વેનીલા આઈસ્ક્રીમ મૂકી ઉપરથી ચોકલેટ સીરપ એડ કરવું થોડું ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)