રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ધોઈને સાફ કરી લેવા બટેકી રવૈયા કાચા કેળા છાલ ઉતારી ઉભા કાપા કરી લેવી
- 2
શીંગદાણા નો ભૂકો તલ નો ભૂકો લીલું લસણ આદુ મરચા મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું
- 3
તૈયાર કરેલ મસાલાને બટેકી રવૈયા ને કાચા કેળામાં ભરી દેવું રતાળુ અને સુરણ ની છાલ ઉતારી કટકા કરી લેવા પાપડી ના કટકા કરી લેવા
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તમાલપત્ર અને હિંગનો વઘાર કરો સ્વાદાનુસાર મીઠું અને થોડી હળદર ઉમેરી બરાબર મિક્સ કરો
- 5
ધીમા તાપે ચડવા દેવું અધકચરો ચડે એટલે આદુ મરચાની પેસ્ટ લીલુ લસણ તલ અને શીંગ નો ભૂકો ખાંડ અને ટામેટાં ઉમેરવા
- 6
હલાવી બરાબર મિક્સ કરવું ચઢવા આવે એટલે મેથીના મુઠીયા ઉમેરવા ચડી જાય એટલે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751491









ટિપ્પણીઓ