લેચી રોટલી (Lechi Rotli Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
#NRC સ્વામી રોટલી/પડ/લેચીરોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટને ચાળી 2ચમચી તેલ મોણરપે મિક્સ કરી પછી પાણી/દૂધથી કણક બાંધી દો.અને દસ મિનીટ ઢાંકી રેસ્ટ આપો.અને સાથે અટામણ કાઢી લો.મેં અહીં દૂધથી કણક બાંધેલ છે.
- 2
હવે કેળવેલ લોટમાંથી એક સરખા ચાર લૂઆ લઈ થોડા થોડા વણી એકબાજુ અટામણ અને એક બાજુ સ્હેજ તેલ લગાવી ઉપરાઉપરી રાખી થોડું અટામણ લઈ હળવા હાથે વણી લો.
- 3
ગેસ પર લોઢી ગરમ કરી તેમાં રોટલી મીડીયમ આંચ પર ચોડવી (શેકી) લો.
ચડી રહે એટલે પડ આપોઆપ છુટ્ટા પડી જશે.તેને એક પર એક એમ રાખી ઘી લગાવી દો.. - 4
હવે ગરમાગરમ તૈયાર છે ત્રણ પડવાળી લેચી રોટલી.કોઈપણ પ્રસાદ બનાવવા માટે આવી રોટલી બહોળા પ્રમાણમાં બનાવવામાં આવે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779829








ટિપ્પણીઓ (2)