કુલચા (Kulcha Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ મેંદો લેવો. ત્યારબાદ, એક વાટકામાં પાણી ગરમ કરવું. તેમાં 1 ચમચી ખાંડ 1 ચમચી મીઠું, 1/2 ચમચી યીસ્ટ નાખીને પાંચ મિનિટ રાખી મૂકવું. અને પછી મેંદો અને બેકિંગ પાઉડર, ચારી લેવો.
- 2
ત્યારબાદ તેમાં 1 ચમચી દહીં 1 ચમચી મલાઈ બે મોટી ચમચી તેલ અને ગરમ કરેલું, પાણી. લેવું બધું. બરાબર મિક્સ કરી. અને લોટ, બાંધો. લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને ભીનું કપડું કરી ઢાંકી અને પાંચ,થી છ, કલાક રાખો.
- 3
ત્યારબાદ લોટને સરસ રીતે મસળી. અને લુઆ બનાવો. લુઓ પાટલા ઉપર લઈને લંબગોળો કુલચા, બનાવો. અને કુલચા ઉપર કાળા તલ અને ધાણાભાજી લગાડવા. લોઢી ગરમ કરી. અને પ્લેન ભાગ હોય તેમાં પાણી લગાડીને લોઢી ઉપર લગાડો. અને થોડું ગરમ થાય ત્યારબાદ લોઢીને પલટાવો. કુલચા થોડો બ્રાઉન થાય.
- 4
ત્યારબાદ લોઢી સીધી કરી. અને કુલચા. ઉતારીને બટર અથવા ઘી લગાવો. તો તૈયાર છે આપણા કુલચા અને કુલચા ને તમે ખાઈ, શકો છો.
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ