મસાલા બી બ્રેડ

આ રેસિપી જામનગર નુ પ્રખ્યાત street ફુડછે આમાં તમારી પસંદ પ્રમાણે ટેસ્ટ આપી શકાય
મસાલા બી બ્રેડ
આ રેસિપી જામનગર નુ પ્રખ્યાત street ફુડછે આમાં તમારી પસંદ પ્રમાણે ટેસ્ટ આપી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ અને ખજૂર ના પલ્પને મીક્સ કરી પાણી નાખી ગળ્યું પાણી તૈયાર કરવુ
- 2
આંબલી ના પલ્પમા સહેજ મીઠું લાલમરચુ પાઉડર ધાણાજીરુંમીક્સ કરીને પાણી તૈયાર કરવુ
- 3
લસણને વાટી તેમાં મીઠું લાલમરચુ નાખી વાટીને ચટણી તૈયાર કરી તેમાં પાણી નાખી ઢીલી ચટણી કરવી
- 4
ધાણાભાજી,આદું, લીલા મરચાં, ફુદીનો, દાળીયા,મીઠું, લિંબુ ની ચટણી વાટીને તેમાં પાણી નાખી ઢીલી કરવી
- 5
તીખી ચટણી માટે સીગદાણા, મીઠું, લિંબુનાફુલ, તીખી લીલી મરચી,સહેજ હળદર બધું વાટી લઈને તેમાં પાણી નાખી ઢીલી કરવી
- 6
બાફેલા બટાકા ના મીડીયમ કટકા કરી લેવા
- 7
ડુંગળી ને ઝીણી કટ કરી લેવી
- 8
મસાલા શીંગ અને ઝીણી સેવ લઈ લેવી
- 9
એક ડીશમાં પાઉં ના મીડીયમ કટકા કરી ગળ્યા પાણી માં ડીપ કરી ને મુકવા
- 10
ડીશમાં તૈયાર કરેલ પાઉં ઉપર બટાકા ના પીસ ગોઠવી તેના ઉપર લસણની, તીખી, લીલી બધી ચટણી ઉપર નાખી લેવી
- 11
ત્યારબાદ આંબલી નુ પાણી બધા પાઉં ઉપર નાખવુ પછી ઉપરથી ડુંગળી મસાલા શીંગ,સેવ છાટી દેવા અને સર્વ કરવુ
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ