રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા એક બાઉલમાં ધઉં નો લોટ, મેંદો,મીઠું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઈ ચારણીથી ચાળી લો. પછી બીજા બાઉલમાં દૂધ, દહીં,ખાંડ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરો જયાં સુધી ખાંડ ઓગળી ના જાય. ત્યાર પછી લોટ માં આ થોડું થોડું મિશ્રણ નાખી લોટ બાંધી લો. તેલ લગાડી ૩૦મિનિટ સુધી ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી દો.
- 2
૩૦ મિનિટ પછી લોટને મસળી લો અને તેના લૂઆ કરી. એક લુઓ લઈ વણી લો અને તેની ઉપર સમારેલી કોથમીર અને કાળા તલ નાખી ફરીથી વણી લો. અને નાન ની પાછળની સાઈડ પર પાણી લગાડી લો.
- 3
હવે ગેસ પર તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થઇ જાય પછી પાણી લગાડેલો ભાગ નીચે તવા પર મૂકી હાથથી થોડું પ્રેસ કરી લો.1 મિનિટ પછી તવો ને પલટાવી નાન ને ગેસ પર શેકી લો.. ગરમ ગરમ બટર નાન સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16804030








ટિપ્પણીઓ