ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને સાદા પાણીથી ધોઈને તેને કપડાથી સાફ કરી લો. બાદમાં તેની છાલ ઉતારી લો. બટાકાની છીણ પાડવાનું જે મશીન આવે છે તેની મદદથી બધા બટાકા છીણી લો.બટાકાની છીણને પાણીમાં નાખો. આ છીણને 4-5 વખત સારા પાણીથી ધોઈ લો. દરેક વખતે પાણી બદલી દેવું. હવે આ છીણને 5 મિનિટ માટે પાણીમાં જ રહેવા દો. બાદમાં છીણને પાણીમાંથી કાઢીને કોરી કરીને સુતરાઉ કપડામાં 15 મિનિટ માટે સૂકવી દો.
- 2
સૂકાઈ ગયેલી છીણને બાઉલમાં લઈ લો અને ઉપરથી થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી લો. પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે છીણને તેમાં કડકડી થાય ત્યાં સુધી તળી લો
- 3
છીણ તળાઈ જાય એટલે તેને બાઉલમાં લઈ લો. આ જ તેલમાં વારાફરતી શીંગ, કાજુ, દ્રાક્ષ અને સમારેલા લીલા મરચાને તળી લો અને તેને પણ એક અલગ બાઉલમાં કાઢી લો.
- 4
એક મોટો બાઉલ લો. તેમાં તળેલી બટાકાની છીણ, તળેલી શીંગ, તળેલા કાજુ-દ્રાક્ષ અને મરચા,શીંગદાણા ઉમેરીને મિક્સ કરી લો. ઉપરથી ખાંડ પાઉડર ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. તો તૈયાર છે હોમમેડ ફરાળી ચેવડો.
Keywords
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)








ટિપ્પણીઓ