સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)

સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી.
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી.
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં ૪ કપ પાણી ગરમ કરવા મુકો. ૧ કપ સોયાબીનને ધોઇને ઉકળતા પાણીમાં નાંખી દો. ઉકળવાનુ સ્ટાર્ટ થાય એટલે ગેસ બંધ કરીને ૧૦,૧૫ મીનીટ માટે ઢાંકીને રહેવા દો. તે દરમિયાન મસાલો તૈયાર કરી લો.તજ,લવીંગ,મરી ને ખાઇણી પરાઇ થી વાટી લો. તેમાં લસણ, આદુ અને લીલા મરચા એડ કરો, ફરીથી વાટી લો. ૧/૪ ચમચી મીઠું તેમાં એડ કરીને લીસ્સી પેસ્ટ તૈયાર કરો.ડુંગળી, ટામેટાને છીણી લો.પછી સોયાબીનને કાણાવાળા વાડકામાં કાઢીને પાણી નીતારી લો. ફરીથી તેને છુટ્ટા પાણીથી ધોઇ લો.
- 2
મોટા લોઢીયામાં તેલ ગરમ કરવા મુકો. જીરુ, વઘારનુ મરચુ, હીંગ અને તમાલપત્રનો વઘાર મુકીને તૈયાર કરેલી પેસ્ટ વઘારો. ધીમા ગેસે સતત હલાવતા રહો. ૪,૫ મીનીટ પછી તેમાં ડુંગળી, ટામેટાનો છીણ નાંખો.હળદર ધાણાજીરુ અને લાલ મરચુ નાંખો.બરાબર મીક્સ કરો. ૧ ચમચી બેસન નાંખો.સતત હલાવતા રહો. તેલ છુટે અને બેસનની કચાસ દુર થાય એટલે તેમાં ૩ કપ પાણી નાંખો.મીઠું નાંખીને તેમાં સોયાબીન એડ કરો. ઉકળવા દો.
- 3
ધીમો ગેસ રાખીને તેને બરાબર ઉકળવા દો. છેલ્લા ચીકન મસાલો નાંખો. રસો જાડો થાય અને તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરીને સર્વ કરો.
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)










ટિપ્પણીઓ