રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલ ને સ્ટીમ કરી લો પૌવાને પણ પાણીથી સરસ ધોઈ નીતારી લો હવે વેજીટેબલ ને સ્મેશ કરી લો તેમાં પૌવા મીઠું ગરમ મસાલો ચાટ મસાલો મરચું પાઉડર પૌવા અને 1/2વાટકી કોર્ન ફ્લોર નાખો સરસ મિક્સ કરી મોટી જાડી પેટીસ વાળી લો અને તેને બીજી 1/2વાટકી કોર્ન ફ્લોર છે તેને ડીશમાં પાથરી પેટીસ તેમાં રગદોળો અને પેટીસ ને એક કલાક માટે ફ્રીઝમાં રાખી દો
- 2
હવે પેટીસ ને ગોલ્ડન બ્રાઉન તળી લો
- 3
હવે બધી જ સલાડની સામગ્રી તૈયાર કરી લો
- 4
મે યોનીસ ટોમેટો કેચઅપ મસ્ટર્ડ સોસ ચીલી સોસ મિક્સ કરી એક ડીપ તૈયાર કરો બર્ગર ઉપર ચોપડવા ચીઝ સ્લાઈસ રેડી રાખો
- 5
હવે બર્ગર buns ને વચ્ચેથી કાપી તેના ઉપર સોસ પાથરો ત્યારબાદ સલાડ પત્તા મૂકો ત્યારબાદ પેટીસ મૂકો તેના પર કાકડી મૂકો ડુંગળી મુકો ટમેટું મુકો તેના ઉપર ચીઝ સ્લાઈસ મૂકો
- 6
રેડી છે ખાવા માટે ૧ મિનિટ માઇક્રોવેવ પણ કરી શકો મે ફ્રેંચ ફ્રાઈસ અને કોક સોડા સાથે સર્વ કર્યા છે
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ