મગ ની દાળ કચોરી ઈન એરફ્રાય(moong dal kachori in Airfry)

#par
સામાન્ય રીતે બનતી કચોરી તળી ને બનાવવામાં આવે છે. અહીં ઓઈલ ફ્રી એરફ્રાય માં રોસ્ટ કરી ને હેલ્ધી બનાવી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
મગ ની દાળ કચોરી ઈન એરફ્રાય(moong dal kachori in Airfry)
#par
સામાન્ય રીતે બનતી કચોરી તળી ને બનાવવામાં આવે છે. અહીં ઓઈલ ફ્રી એરફ્રાય માં રોસ્ટ કરી ને હેલ્ધી બનાવી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોંળા વાસણ માં ઘઉં નો લોટ અને મૈંદા ને મિક્સ કરી તેમાં મીઠું,ક્રશ કરીને અજમો ગરમ ઘી અને હુંફાળા પાણી મિડીયમ કઠણ લોટ બાંધી ઢાંકી ને 15 મિનિટ રાખો.કઢાઈ માં તેલ ગરમ કરી હીંગ અને બેસન ઉમેરી શેકી લો.
- 2
તેમાં 2 કપ પાણી,મીઠું અને હળદર ઉમેરી ફાસ્ટ તાપે પાણી ઊકળે દાળ ઓનારી..ધીમા તાપે ઢાંકી ચડવા દો.જરુર પડે તો 2 ચમચી પાણી ઉમેરો.ગેસ બંધ કરી ઠંડું થવાં દો.બાદ તેમાં ગોળ,આમચુર પાઉડર,કિસમીસ,સૂકાં કોપરા ખમણ,વરીયાળી ધાણા,લાલ મરચું પાઉડર,આદું-મરચાં ની પેસ્ટ અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.
- 3
કોથમીર ઉમેરી હળવાં હાથે મિક્સ કરો.એક સરખાં ગોળા બનાવી લો.લોટ ને મસળી નાના લુવા બનાવી પતલી પૂરી વણી તેમાં મગ ની દાળ નું પુરણ મુકવું.
- 4
હાથે થી ટાઈટ બંધ કરી કચોરી વાળી લો. એરફ્રાય ટ્રે માં એલ્યુમિનિયમ ફોઈલ રાખી કચોરી મૂકી બ્રશ ની મદદ થી તેલ લગાવી એરફ્રાય માં 180 ડિગ્રી પર 20-25મિનીટ માટે શેકી લો.
- 5
તેને લીલી ચટણી અને ખજૂર ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)