રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા શીંગદાણા, તલ અને કોપરાનું છીણને મીક્ષરમાં અધકચરા ક્રશ કરી લેવા. ચણાનો લોટ સહેજ સાંતળી લેવો. એક મોટી ડીશમાં ચણાનો લોટ લઈ તેમાં આ મીશ્રણ મીક્ષ કરી દેવું. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો,હિંગ ઉમેરવા.
- 2
મીઠું ઉમેરી બધું સરસ રીતે મીક્ષ કરી લેવું. હવે ભીંડાને ધોઈ, કપડાંથી લુછી, ચપ્પાથી ડીંટા કાપી લેવા. હવે ચપ્પાથી ભીંડા પર ઊભા ચીરા પાડવા.
- 3
ચીરા પાડેલ ભાગને સહેજ પહોળો કરી તેમાં તૈયાર કરેલ મસાલો ભરી-ભરી બાજુમાં મુક્તા જવું.
- 4
ગેસ ચાલુ કરી, મોટી તાવડીમાં તેલ લઈ, ગરમ થાય એટલે તેમાં બધા ભરેલા ભીંડા નાંખી ધીરે ધીરે હલાવવા. અને મીડીયમ આંચ પર ચઢવા દેવા. (ઢાંકવું નહિ) વચ્ચે-વચ્ચે સહેજ હલાવતા રહેવું. બરાબર ચઢે એટલે તેમાં વધારાનું લોટનું મિશ્રણ ભભરાવીને હલાવી લેવું. ત્યારબાદ થોડું ચઢવા દેવું.
- 5
આપણું ભરેલા ભીંડાનું એકદમ સ્વાદિષ્ટ શાક તૈયાર છે😋😋😋😋😋🥰🥰
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)