જુવાર ના રોટલા

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : જુવાર ના રોટલા
ઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ .
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : જુવાર ના રોટલા
ઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવારના લોટને એક મોટા બાઉલમાં ચાળી લેવો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ નિમક નાખી મિક્સ કરી લેવું.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખતા જઈ રોટલા માટેનો લોટ તૈયાર કરી લેવો. લોટ ને હથેળી ની મદદ થી સરસ રીતે મસળી લેવો.
- 3
તેમાંથી એક મોટો લવો લઈ રોટલાને હાથેથી ઘડી લેવો. પાટલી ઉપર થાબડી ને પણ બનાવી શકાય.
નોંધ : ક્યારેક જુવાર ના રોટલા ઘડતી વખતે કીનારી ફાટતી જાય એવુ લાગે તો તેમા થોડો ઘઉ નો લોટ ઉમેરવો ત્યારબાદ રોટલા બનાવવા. એમ કરવાથી રોટલા ની કિનારી ફાટશે નહી. - 4
ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકવું. પેન ગરમ થાય એટલે હળવા હાથે તેમાં રોટલો નાખી દેવો. થોડી વાર પછી રોટલાની સાઈડ ચેન્જ કરવી.
- 5
બંને બાજુ સરસ રીતે ચડી જાય એટલે રોટલો તૈયાર છે. નોનસ્ટિક પેનમાં રોટલા સરસ ફૂલી અને દડા જેવા થાય છે. પ્લેટમાં કાઢી ઉપર ઘી લગાવી દેવું એ રીતે બધા જ રોટલા તૈયાર કરી લેવા.
- 6
સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ જુવારના રોટલા સર્વ કરવા.
તો તૈયાર છે
જુવારના રોટલા - 7
આજે લંચમા જુવારના રોટલા રીંગણનો ઓળો બનાવ્યા હતા. સાથે ગોળ ઘી અને મસાલા છાશ સર્વ કરી છે.
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ