કેસર ડ્રાયફ્રુટ સુખડી

અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે .
કેસર ડ્રાયફ્રુટ સુખડી
અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુખડી માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી. બન્ને લોટ ચાળી ને તૈયાર કરી લેવા. એક જાડા તળિયા વારા તપેલામા ઘી ગરમ કરવા મૂકવુ. ત્યારબાદ તેમા બન્ને લોટ ઉમેરવો લોટ ને ધીમા તાપે ગુલાબી થાય ત્યા સુધી શેકવો. લોટ સેકાય જાય એટલે તેમા ગુન્દ નાખી ધીમા તાપે સેકાવા દેવો એટલે ગુન્દ સરસ ફૂલી જશે. હવે તેમા એલચી પાવડર, કેસર ના તાંતણા, કેસર પાઉડર, ડ્રાયફ્રુટ ના ટુકડા નાખી થોડીવાર સેકી લેવુ. હવે તેમા સૂઠ પાવડર નાખી ફરી એક બે મીનીટ સુધી સેકી લેવુ.
- 2
ત્યારબાદ ગેસ ધીમો કરી ગોળ ઉમેરી દેવો. ગોળ ને સરસ રીતે મિક્સ કરી લેવો. અને ગેસ બંધ કરી તપેલીને નીચે ઉતારી લેવી.
નોંધ : અમારા ઘરમા બધાને સુખડી થોડી ક્રન્ચી ભાવે એટલે હુ ગરમ ગરમ મા ગોળ મિક્સ કરુ. જો પોચી સુખડી ભાવતી હોય તો મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેવુ અથવા તપેલીને ગેસ ઉપર થી નીચે ઉતારી ને તેમા ગોળ મિક્સ કરવો. - 3
એક પ્લેટ અથવા ચોકી મા ઘી લગાવી તૈયાર કરી લેવી. ત્યારબાદ તૈયાર સુખડી નુ મિશ્રણ નાખી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ નાખી દેવી અને તવીથાથી એક સરખુ પાથરી દેવુ. અડધી કલાક માટે ઠંડુ થવા દેવુ.
- 4
ત્યારબાદ ચપ્પુ ની મદદથી સુખડી ના પીસ કરી લેવા. બાઉલ મા કાઢી ભગવાન ને પ્રસાદ ધરાવી ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો.
- 5
સર્વિંગ પ્લેટમા કાઢી સુખડી ને સર્વ કરવી.
તો તૈયાર છે
કેસર ડ્રાયફ્રુટ સુખડી
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)