બાજરી નું ભડકુ

Arpita Shah @ArpitasFoodGallery
#ML
બાજરી નું ભડકુ પચવા માં એકદમ હલકું હોય છે અને ફટાફટ પણ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ બાજરી ને ચાળી દો પછી મિક્સર માં સહેજ કકરુ પીસી લોટ રેડી કરી દો. છાસ પણ લઇ લો.
- 2
ત્યાર બાદ એક તપેલી માં લોટ અને છાસ ને મિક્સ કરી બોસ ફેરવી મિશ્રણ રેડી કરી દો. હવે એક તાવડી માં મિશ્રણ લઇ ગેસ ચાલુ કરી મીઠું અને વાટેલા લીલા મરચાં નાંખી હલાવી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ પર રાખી દો.
- 3
મિશ્રણ ઘટ્ટ થાય પછી ફરી થી બરાબર હલાવી ગેસ બંધ કરી દો.
- 4
મિશ્રણ ને તેલ લગાવેલી થાળી માં પાથરી વઘાર રેડી દો. વઘાર માટે તાવડી માં તેલ લઇ રાઈ, જીરું નાંખી થાળી પર પીસ કરી પાથરી દો.લીલા ધાણા નાંખી દો.
- 5
રેડી છે બાજરી નું ભડકુ...
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16949830

















ટિપ્પણીઓ (6)