રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર, ટામેટા અને કેપ્સિકમ બધાને સમારી લેવા. ત્યારબાદ મરચાં ને ક્રશ કરી લેવા.બાજુમાં ફલાવર ને સમારીને ગરમ પાણીમાં 15 મિનિટ રેવા દેવું.
- 2
ત્યારબાદ ફલાવર ને પાણી માંથી બહાર કાઢીને તેમાં મરી પાવડર અને કોર્નફ્લોર છાંટી ને તેને મિક્સ કરી લેવું.અને બાજુમાં તેલ ગરમ મૂકીને તેલ આવી જાય એટલે તેમાં ફલાવર ને તળી લેવું.
- 3
એક પેનમાં માખણ મૂકીને ગરમ થવા દો.
માખણ થઈ જાય એટલે તેમાં મરચાં, ગાજર ને થોડીવાર ચડવા દો. - 4
ત્યારબાદ તેમાં પીસેલા મરચા ટામેટા ગ્રેવી અને સોર્સ,નિમક, મરચું પાવડર અને ગરમ મસાલો બધું નાખીને મિક્સ કરી લો.અને પછી તેમાં તળેલા પનીર નાખી ને મિક્સ કરો.બાજુમાં 15 મિનિટ પેલા કોબીના પાન ને ગરમ પાણીમાં પલાળી દેવા.
- 5
પછી પ્લેટને ઓવનમાં એકદમ ગરમ કરીને તેમાં કોબી પતાને તેમાં ગોઠવી લેવા. પછી તેમાં તૈયાર કરેલા સિઝલરને સર્વ કરો.તેમાં ચમચી વડે માખણ નાખો. પછી તેને સર્વ1કરો.
- 6
તૈયાર છે. વેજ સિઝલર તેને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ