દાલ બાટી અને ચુરમા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાટી માટે ની સામગ્રી મિક્સ કરી પાણીથી બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવી કણક બાંધો. ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યારબાદ ફરીથી મસળીને ગોળા વાળી બાટી તૈયાર કરો.
- 2
બધી બાટી ને પ્રીહીટ કરેલા ઓવનમા ૨૦૦°સે પર ૪૫-૫૦ મિનિટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. બેક થઈ જાય એટલે ૪-૫ બાટી ને ચુરમા માટે અલગ મૂકી બાકીની બધી બાટી ને ઘી માં ૧૫-૨૦ મિનિટ સુધી ડૂબાડી રાખો.
- 3
બધી દાળ ને ધોઈ ૧-૨ કલાક સુધી પાણીમાં પલાળી રાખી કૂકરમાં બાફી લો.
- 4
હવે એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ અને સૂકા લાલ મરચાં ઉમેરો. ડુંગળી ની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ઝીણું સમારેલું ટમેટું ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરો. લગભગ ૮-૧૦ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.
- 5
હવે ત કરેલી ૪-૫ બાટી ને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ઘી અને ખાંડ ઉમેરી મિક્સ કરો. ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરો. ઉપરથી બદામની કતરણ ભભરાવી પરોસો.
- 6
દાળ અને બાટી ને ચુરમા અને લસણ મરચાં ની ચટણી સાથે પરોસો.
- 7
નોંધ:- મેં બાટી માં સહેજ હળદર નાખી કણક તૈયાર કરી છે જેને કારણે તેનો રંગ પીળો છે. પરંતુ જો ચુરમુ બનાવવું હોય તો હળદર નાખવી નહીં.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ